તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th April 2026
ઓછું મતદાન શરમજનક છે: ACમાંથી બહાર આવવું પડે એટલે ગરમી લાગે છે: ઓછા મતદાન અંગે આનંદીબેન પટેલનું નિવેદન
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે અમદાવાદમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો:તેમણે શીલજ પ્રાથમિક શાળામાં આવેલા મતદાન કેન્દ્રના રૂમ નંબર 1માં જઈ મતદાન કર્યું

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. તેમણે શીલજ પ્રાથમિક શાળામાં આવેલા મતદાન કેન્દ્રના રૂમ નંબર 1માં જઈ મતદાન કર્યું. મતદાન દરમિયાન તેમણે મતદારોને વધુમાં વધુ સંખ્યામાં બહાર આવી મતદાન કરવાની અપીલ પણ કરી.
આનંદીબેન પટેલ, જે ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન રહી ચૂક્યા છે, તેમણે લોકશાહીના આ મહત્વપૂર્ણ તહેવારમાં ભાગ લઈને નાગરિક તરીકેની ફરજ નિભાવી. તેમણે જણાવ્યું કે મતદાન માત્ર અધિકાર નથી, પરંતુ જવાબદારી પણ છે અને દરેક નાગરિકે તેમાં સક્રિય ભાગ લેવો જોઈએ.
બીજી તરતરફ ઓછા મતદાન અંગે આનંદીબેન પટેલે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે ઓછું મતદાન શરમજનક છે. જે લોકો મતદાન કરવા માટે હજુ સુધી પહોંચ્યા નથી તેમને ટકોર કરતા કહ્યું કે ACમાંથી બહાર આવવું પડે એટલે ગરમી લાગે છે. ખેડૂતો, શ્રમિકો ગરમી-તડકામાં કામ કરે છે. પોતાના માટે નહીં, દેશ માટે મતદાન કરવાનું છે. આપણો પણ સ્વાર્થ છે માટે મતદાન કરવું, ચાલી નથી શકતા તે પણ મત આપે છે. આપણે ઘરમાં બેઠા છે તે શોભા નથી આપતું.
(5:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
