તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th October 2026
પાકિસ્તાનમાં LPG સિલિન્ડર રૂા.૭,૦૦૦માં મળે છે
પાકિસ્તાન તેની LPG જરૂરિયાતોના આશરે ૭૦% વિદેશથી આયાત કરે છે : સત્તાવાર ભાવ કરતાં બમણાથી વધુ ભાવે વેચાતા સિલિન્ડર

ઈસ્લામાબાદ/તેહરાન તા.૨૪: પાકિસ્તાનમાં LPG સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. ૧૨ કિલોના સિલિન્ડરની કિમત થોડા જ દિવસોમાં રૂા.૪,૫૦૦ થી વધીને રૂા.૭,૦૦૦ થઈ ગઈ છે.
ઈરાનથી પાકિસ્તાનમાં LPG નો પુરવઠો બંધ થઈ ગયો છે. ૧૭ ઓક્ટોબરથી બંને દેશો વચ્ચેના બે મુખ્ય સરહદ ક્રોસિગ બંધ કરવામાં આવ્યા છે.
રોઇટર્સના અહેવાલ મુજબ, બંને દેશોએ આ માટે અલગ અલગ કારણો આપ્યા છે. પાકિસ્તાને જણાવ્યું હતું કે તેણે સુરક્ષા ચિતાઓ અને દાણચોરી અટકાવવા માટે સરહદ બંધ કરી દીધી છે. ઈરાને ટેકનિકલ કારણો ટાંક્યા હતા.
જોકે, ઈરાન યુદ્ધને કારણે હોર્મુઝ સ્ટ્રેટમાં અવરોધને કારણે ઇરાક અને ઓમાનમાંથી થતી આયાત પર પણ અસર પડી છે.
સત્તાવાર ભાવ કરતાં બમણાથી વધુ ભાવે વેચાતા સિલિન્ડર
પાકિસ્તાનની તેલ અને ગેસ નિયમનકારી સત્તામંડળ (OGRA) એ ૧૧.૮ કિલોગ્રામના સ્થાનિક LPG સિલિન્ડરની કિમત ૩,૨૯૬ પાકિસ્તાની રૂપિયા નક્કી કરી છે. તેમ છતાં, બજારમાં સત્તાવાર ભાવ કરતાં બમણાથી વધુ ભાવે સિલિન્ડર વેચાઈ રહ્યા છે.
પાકિસ્તાન LPG એસોસિએશનના પ્રમુખ ઇરફાન ખોખરના જણાવ્યા અનુસાર, ૧૨ કિલોગ્રામનું સિલિન્ડર બલુચિસ્તાનમાં લગભગ ૭૦૦૦ રૂપિયા, લાહોરમાં ૭૫૦૦ રૂપિયા અને સ્કાર્દુમાં ૮૨૦૦ રૂપિયામાં વેચાઈ રહ્યું છે.
(3:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
