<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

હોર્મુઝ સ્ટેટ પાસ કરી પોરબંદર જેટી પર LPG ભરેલું જહાજ પહોંચ્યું

પોરબંદર ઓલવેધર પોર્ટ પર 4000 ટન એલ પી જી ગેસ પુરવઠા સાથે જહાજ આવી ગયું

હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને વધુ એક જહાજ ભારત આવ્યું છે. હોર્મુઝ સ્ટેટ પાસ કરી પોરબંદરના ઓક વેધર પોર્ટ પર જહાજ પહોચ્યું છે. પોરબંદર ઓલવેધર પોર્ટ પર 4000 ટન એલ પી જી ગેસ પુરવઠા સાથે જહાજ પહોંચ્યું છે.સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

 

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત માટે સારા સમાચાર સામે આવ્યા છે. LPG ભરેલું જહાજ સુરક્ષિત રીતે હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને પોરબંદર પહોંચી ગયું છે. પેટ્રોલ અને ડીઝલ બાદ હવે સામાન્ય લોકોને સીએનજી મોંઘવારીના ઝટકાનો સામનો કરી રહી છે. એક દિવસ પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારા બાદ મંગળવારે ફરી સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.દિલ્હીમાં CNGના ભાવમાં ફરી વધારો કરવામાં આવ્યો છે. 12 દિવસમાં આ ચોથો વધારો છે. આજે, આ વધારો પ્રતિ કિલો 2 રુપિયા છે.

(1:41 PM IST)