તા. ૧૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૦ સોમવાર
News of Saturday, 18th July 2026
એલપીજી સબસિડી બિલ રૂપિયા એક લાખ કરોડ પહોંચવા વકી
કેન્દ્રના બજેટમાં રૂપિયા ૩૦,૦૦૦ કરોડના ખર્ચનો અંદાજ મુકાયો છે : હાલ પ્રતિ સિલિન્ડર રૂા. ૪૯૦ સબસિડી અપાય છે. પ્રથમ ૨ મહિનામાં જ સબસિડી ખર્ચ ૪૫% વધી રૂા.૭૫૫ અબજ થયો છે

મુંબઈ તા.૧૮: પヘમિ એશિયા યુદ્ધને પરિણામે ઓઈલ તથા ગેસ પૂરવઠામાં પડેલી ખલેલને કારણે આ ઈંધણોના ભાવમાં આવેલા ઉછાળાને પગલે વર્તમાન નાણાં વર્ષમાં સરકારનું એલપીજી સબસિડી બિલ રૂપિયા એક લાખ કરોડ પહોંચી જવાનો અંદાજ મુકાઈ રહ્યો છે.
વર્તમાન નાણાં વર્ષના બજેટમાં એલપીજી સબસિડી પેટે સરકારે રૂપિયા ૩૦,૦૦૦ કરોડના ખર્ચનો અંદાજ મૂકયો હતો. જો કે આ અંદાજ કરતા ખર્ચમાં રૂપિયા ૭૦,૦૦૦ કરોડ જેટલો વધારો જોવાઈ રહ્યો હોવાનું એક રિપોર્ટમાં જણાવાયું હતું.
યુદ્ધને કારણે ઈંધણ તથા એલપીજીના ભાવમાં આવેલા ઉછાળાને કારણે આવી પડેલા બોજમાંથી મોટો હિસ્સો સરકાર તથા ઓઈલ માર્કેટિગ કંપનીઓ ઉઠાવી રહી છે.
હાલમાં પ્રતિ સિલિડર રૂપિયા ૪૯૦ની સબસિડી ખર્ચ થાય છે. આ ખર્ચને ધ્યાનમાં રાખતા વર્તમાન નાણાં વર્ષનું એલપીજી સબસિડી બિલ રૂપિયા એક લાખ કરોડ પહોંચી જવાની શકયતા હોવાની રિપોર્ટમાં નોંધ કરવામાં આવી છે.
વર્તમાન નાણાં વર્ષના પ્રથમ બે મહિનામાં જ એકંદર સબસિડી ખર્ચમાં જોરદાર વધારો થઈ ગયો છે. ગયા નાણાં વર્ષના એપ્રિલ-મેમાં રૂપિયા ૫૧૨.૫૦ અબજના સબસિડી બિલ સામે વર્તમાન વર્ષના સમાન ગાળાનું સબસિડી બિલ ૪૫ ટકા જેટલું વધી રૂપિયા ૭૫૫ અબજ પહોંચી ગયું હોવાનું પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
