તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 11th May 2026
વાર્ષિક ૧૦ લાખથી વધુ આવક ધરાવતા પરિવારોની LPG સબસિડી બંધ થશે
સબસિડીને પાત્ર નહીં હોય તેવા ગ્રાહકોને ઓઈલ કંપનીઓએ નોટિસ મોકલશે : સ્વ-ઘોષણાને બદલે હવે ડેટા ઇન્ટિગ્રેશન દ્વારા સબસિડીના નિયમોનું કડક પાલન કરાશે

નવી દિલ્હી તા.૧૧: કેન્દ્રસરકારે એલપીજી સબસિડીના નિયમોમાં કડકાઈ દાખવવાના ભાગરૂપે હવે ૧૦ લાખ રૂપિયાથી વધુ વાર્ષિક આવક ધરાવતા પરિવારો માટે સબસિડીનો લાભ બંધ કરવાની પ્રક્રિયા તેજ બનાવી છે. આ વ્યવસ્થા હેઠળ તેલ કંપનીઓ આવકવેરા વિભાગના ડેટાનો સીધો ઉપયોગ કરીને પાત્રતા ન ધરાવતા ગ્રાહકોને બજાર ભાવે સિલિન્ડર ખરીદવા માટે નોટિસ મોકલી રહી છે.
એલપીજી સિલિન્ડર પૂરો પાડતી ઓઈલ માર્કેટિગ કંપનીઓ ગ્રાહકોને મેસેજ દ્વારા નોટિસ મોકલી રહી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે, શું તાજેતરમાં અનેક ગ્રાહકોને મળેલા આ મેસેજમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, ઉપલબ્ધ આવકવેરાના રેકોર્ડ મુજબ, ગ્રાહક અથવા તેમની સાથે જોડાયેલા પરિવારના સભ્યની આવક ૧૦ લાખ રૂપિયાની નિર્ધારિત મર્યાદા કરતા વધુ હોવાનું જાણવા મળ્યું છે. તેલ કંપનીઓ હવે સીધા આવકવેર વિભાગના ડેટાનો ઉપયોગ કરી રહી છે, જેથી ઓળખી શકાય કે કયા ગ્રાહકો સબસિડી માટે પાત્ર છે અને કયા નથી.
તમારી વાર્ષિક આવક ૧૦ લાખ રૂપિયાથી વધુ છે અને શું તમે હજુ પણ એલપીજી કનેક્શન પર સરકારી સબસિડીનો લાભ લઈ રહ્યા છો? જો તા, તો આ બાબત યોગ્ય નથી અને તમારે સબસિડી છોડીને બજાર ભાવે ગેસ સિલિન્ડર ખરીદવો પડશે.
કેન્દ્ર સરકારે એલપીજી સબસિડીના નિયમો અંગે કડકાઈ વધારી દીધી છે. હવે એવા ગ્રાહકોની સબસિડી રોકવામાં આવી રહી છે, જેમની અથવા તેમના પરિવારના કોઈ સભ્યની વાર્ષિક કરપાત્ર આવક ૧૦ લાખ રૂપિયાથી વધુ છે
કેન્દ્ર સરકારે ડિસેમ્બર ૨૦૧૫માં આ નિયમ લાગુ કર્યો હતો કે જે ચાહકોની વાર્ષિક આવક (પોતાની અથવા જીવનસાથીની) ૧૦ લાખ રૂપિયાથી વધુ છે, તેમણે બજાર ભાવે રસોઈ ગેસ ખરીદવો પડશે અને તેમને સબસિડીનો લાભ મળશે નહીં. જોકે, રારૂઆતમાં આ નિયમ (સેલ્ફ-ડિક્લેરેશન' પર આધારિત હતો, પરંતુ હવે ડેટા ઇન્ટિગ્રેશન દ્વારા તેને સખત રીતે લાગુ કરવામાં આવી રહ્યો છે.
(10:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
