તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 12th May 2026
LPG સબસિડી પર સરકારની લાલ આંખઃ હવે અમીરોએ છોડવો પડશે મોહઃ ૭ દિવસમાં કનેક્શન પર લાગશે કાતર!
રૂ.૧૦ લાખથી વધુ કમાનારા પરિવારો માટે હવે સબસિડીના દિવસો પૂરાઃ પાન અને બેંક ખાતા પર બાજ નજર મધ્ય પૂર્વના યુદ્ધની અસરો અને ડિજિટલ સર્વેલન્સ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય

નવી દિલ્હી, તા.૧૨: ભારત સરકાર હવે ઘરેલુ રસોઈ ગેસ સબસિડીના વિતરણમાં પારદર્શિતા લાવવા માટે મિશન મોડ પર કામ કરી રહી છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ અને ગેસના ભાવમાં થતી અસ્થિરતા વચ્ચે, સરકારે સરકારી તિજોરી પરનું ભારણ ઘટાડવા કમર કસી છે. હવે માત્ર ગિવ ઈટ અપની અપીલ નહીં, પરંતુ કડક નિયમો સાથે સબસિડી છીનવી લેવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. હજારો ગ્રાહકોને પહેલેથી જ લ્પ્લ્ મળવા લાગ્યા છે, જેમના ડેટા આવકવેરા વિભાગના રેકોર્ડ સાથે મેળ ખાતા નથી અથવા જેમના ઘરમાં ઉચ્ચ આવક હોવા છતાં સબસિડી લેવામાં આવી રહી છે. આ માત્ર એક સૂચના નથી, પરંતુ છેતરપિંડી કરનારાઓ અને અપાત્ર લોકો માટે અંતિમ ચેતવણી સમાન છે.
આ નવી વ્યવસ્થા હેઠળ, સરકાર હવે માત્ર ગેસ કનેક્શન ધારકની આવક જ નહીં, પરંતુ તેના પરિવારના અન્ય સભ્યોની આર્થિક સ્થિતિ પર પણ નજર રાખી રહી છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ડેટા ઈન્ટિગ્રેશન દ્વારા, ગ્રાહકના PAN કાર્ડ, બેંક ટ્રાન્ઝેક્શન અને સાથે જોડાયેલી માહિતીને LPG ડેટાબેઝ સાથે લિંક કરવામાં આવી છે. જો તમારા પરિવારની કુલ વાર્ષિક કરપાત્ર આવક રૂ.૧૦ લાખની મર્યાદા વટાવે છે, તો સિસ્ટમ આપમેળે તમને અપાત્ર જાહેર કરશે. જેમને SMS મળ્યો છે તેમને માત્ર ૭ દિવસનો સમય આપવામાં આવ્યો છે. જો આ સમયગાળામાં આવકની સાચી વિગતો અથવા KYC અપડેટ કરવામાં નહીં આવે, તો સબસિડીની રકમ સીધી બેંક ખાતામાં આવતી કાયમ માટે બંધ થઈ શકે છે.
સરકારની આ વ્યૂહરચનાનો મુખ્ય ઉદ્દેશ્ય મધ્યમ અને ગરીબ વર્ગના વાસ્તવિક લાભાર્થીઓને રક્ષણ આપવાનો છે. પહેલ યોજનાને વધુ સચોટ બનાવવાની આ પ્રક્રિયામાં ડિજિટલ વેરિફિકેશન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેથી વચેટિયાઓ અને ખોટી રીતે લાભ લેતા લોકોને સિસ્ટમની બહાર કરી શકાય. ગ્રાહકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ તાત્કાલિક અસરથી પોર્ટલ પર જઈને તેમના દસ્તાવેજો તપાસી લે. જોકે, રાહતની વાત એ છે કે સબસિડી બંધ થવા છતાં ગેસ પુરવઠો ચાલુ રહેશે, પરંતુ તેના માટે બજાર કિંમત ચૂકવવી પડશે. આ પગલું આગામી દિવસોમાં સરકારી સબસિડીના અબજો રૂપિયા બચાવશે અને સાચા જરૂરિયાતમંદો સુધી રાહત પહોંચાડવામાં મદદરૂપ થશે.
(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
