તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 16th September 2026
રાજસ્થાનના ૧૦ જિલ્લાઓમાં લમ્પી વાયરસનો ફેલાવો: ૧૦,૪૦૦થી વધુ પશુઓ સંક્રમિત થતા તંત્ર એલર્ટ, ક્વોરેન્ટાઇન સેન્ટર અને રેપિડ રિસ્પોન્સ ટીમ તૈનાત!
પશુપાલન વિભાગ દ્વારા પશુમેળાઓ પર પ્રતિબંધ મૂકવાની સાથે ઘરે-ઘરે સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું છે, જ્યારે મોટાભાગના પશુઓ સાજા થવાથી રાહતનો શ્વાસ લેવાયો છે.

જયપુર : પડોશી રાજ્ય રાજસ્થાનમાં પશુઓમાં થતો ખતરનાક વાયરલ ચેપ 'લમ્પી સ્કિન ડિસીઝ' ફરી એકવાર ચિંતાનો વિષય બન્યો છે. રાજ્યના પશુપાલન વિભાગના સત્તાવાર આંકડાઓ મુજબ, પૂર્વી રાજસ્થાનના ૧૦ જિલ્લાઓમાં આ રોગે પગપેસારો કર્યો છે અને અત્યાર સુધીમાં કુલ ૧૦,૪૦૩ જેટલા પશુઓમાં આ સંક્રમણ નોંધાયું છે. જો કે, રાહતની વાત એ છે કે સંક્રમિત થયેલા પશુઓમાંથી ૬,૯૦૫ પશુઓ સંપૂર્ણપણે સાજા થઈ ચૂક્યા છે અને તંત્ર દ્વારા સ્થિતિ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે પગલાં લેવામાં આવી રહ્યા છે.
રોગને અન્ય જિલ્લાઓમાં ફેલાતો અટકાવવા માટે પશુપાલન વિભાગે પશુઓની અવરજવર પર કડક પ્રતિબંધો મૂક્યા છે. આ અંતર્ગત પશુમેળાઓ અને પશુ બજારોને અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યા છે. તમામ અસરગ્રસ્ત જિલ્લાઓમાં આઈસોલેશન અને ક્વોરેન્ટાઇન સેન્ટરોની સ્થાપના કરવામાં આવી છે, જ્યાં સંક્રમિત પશુઓને અલગ રાખીને નિષ્ણાત તબીબો દ્વારા સારવાર આપવામાં આવી રહી છે. વિભાગના નિયામક ડૉ. સુરેશચંદ મીણાના જણાવ્યા અનુસાર, ડીગ અને ભરતપુર જેવા ક્ષેત્રોમાં છૂટાછવાયા નવા કેસોને બાદ કરતાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે. ગામડાઓમાં બ્લોક સ્તરે 'રેપિડ રિસ્પોન્સ ટીમ' બનાવીને ઘરે-ઘરે સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે અને પશુપાલકોને જાગૃત કરવા સાથે સ્વચ્છતા અને ફોગિંગની વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.
(8:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
