News of Monday, 19th October 2026
ફ્રાન્સમાં વકરી રહેલા હિંસક આંદોલન બાદ મેક્રોનની મોટી જાહેરાત : જરૂર પડ્યે જાહેર સભાઓ ઉપર પ્રતિબંધ, તોફાનીઓ સામે કડક કાર્યવાહી
દેશવ્યાપી હિંસામાં ૧,૮૦૦થી વધુની ધરપકડ બાદ રાષ્ટ્રને સંબોધન : પોલીસની તૈયારીમાં ખામીની તપાસ, વિદ્યાર્થીઓ અને મજૂર સંગઠનો સાથે ચર્ચા

પેરિસ, તા. ૧૯ : ફ્રાન્સમાં શનિવારે મોંઘવારી, શિક્ષણવ્યવસ્થા અનેફ્રાન્સમાં મોંઘવારી અને શિક્ષણવ્યવસ્થાની સમસ્યાઓ સામે શરૂ થયેલા દેશવ્યાપી આંદોલન દરમિયાન ભડકેલી હિંસા બાદ રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોનએ રવિવારે રાત્રે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. તેમણે તોફાનીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની જાહેરાત કરી હતી. જરૂર જણાય ત્યાં સ્થાનિક અધિકારીઓને જાહેર સભાઓ ઉપર પ્રતિબંધ મૂકવાની સત્તા આપવામાં આવશે. હિંસા રોકવામાં પોલીસ અને ગુપ્તચર તંત્રની કોઈ ખામી રહી હતી કે કેમ તેની તપાસ કરવાનો પણ આદેશ અપાયો છે.
જાહેર સેવાઓના મુદ્દે યોજાયેલા વિરોધ પ્રદર્શનો દરમિયાન અનેક શહેરોમાં આગચંપી, લૂંટફાટ અને તોડફોડ થઈ હતી. આ ઘટનાઓ બાદ રાષ્ટ્રપ્રમુખ મેક્રોને રવિવારે રાત્રે દેશને સંબોધન કરીને સરકારની આગામી કાર્યવાહી જાહેર કરી હતી.
મેક્રોને જણાવ્યું હતું કે શાંતિપૂર્ણ વિરોધ કરવાનો અધિકાર અને હિંસા ફેલાવવી એ બંને અલગ બાબતો છે. જાહેર મિલકતોને નુકસાન પહોંચાડનારાઓ અને લૂંટફાટ કરનારાઓને જવાબદાર ઠેરવવામાં આવશે.
રાષ્ટ્રપ્રમુખે જણાવ્યું હતું કે સ્થાનિક વહીવટી અધિકારીઓ અને મેયરોને જરૂરિયાત પ્રમાણે જાહેર સ્થળો, સરકારી ઇમારતો અને વેપારી સંસ્થાઓની સુરક્ષા માટે વિશેષ પગલાં લેવાની સત્તા અપાશે. તેમાં ચોક્કસ સ્થળોએ જાહેર સભાઓ ઉપર પ્રતિબંધ મૂકવાનો પણ સમાવેશ થાય છે. જોકે સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શનો ઉપર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરવામાં આવી નથી.
મેક્રોને સરકારને આ સપ્તાહ દરમિયાન વિદ્યાર્થીઓ, શિક્ષકો, સાંસદો, મજૂર સંગઠનો અને ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરીને સમસ્યાઓના ઉકેલ માટે નક્કર સૂચનો તૈયાર કરવા જણાવ્યું છે.
અગાઉના સત્તાવાર આંકડા પ્રમાણે ફ્રાન્સમાં હિંસક ઘટનાઓ બાદ ઓછામાં ઓછા ૧,૮૦૦ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
