<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st November 2026

જાપાનમાં ૬.૦ની તીવ્રતાનો ભૂકંપ : ઈરાનના પરમાણુ વીજમથક ધરાવતા બુશેહર નજીક પણ ધરતી ધ્રૂજી

જાપાનમાં ૩૫૨ કિલોમીટરની ઊંડાઈએ શક્તિશાળી આંચકો : ઈરાનના બુશેહરથી ૧૧૫ કિલોમીટર દૂર ૫.૦ની તીવ્રતાનો ભૂકંપ : પરમાણુ મથકને નુકસાનના અહેવાલ નહીં

ટોક્યો/તહેરાન, તા. ૧ : રવિવારે વહેલી સવારે જાપાન અને ઈરાનમાં આવેલા ભૂકંપના આંચકાઓ નોંધાયા છે. અમેરિકાના ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ અનુસાર જાપાનના મિએ પ્રાંતના શિમા શહેરથી આશરે ૫૮ કિલોમીટર દક્ષિણ-દક્ષિણપૂર્વમાં ૬.૦ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

ભારતીય સમય પ્રમાણે સવારે ૩.૪૫ વાગ્યે નોંધાયેલા ભૂકંપનું કેન્દ્ર જમીનથી આશરે ૩૫૨ કિલોમીટરની ઊંડાઈએ હતું. જાપાનના હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં આંચકા નોંધ્યા હતા. સુનામીની ચેતવણી આપવામાં આવી નથી. જાનહાનિ કે મોટા નુકસાનના તાત્કાલિક અહેવાલ નથી.

દરમિયાન ઈરાનના દક્ષિણ ભાગમાં બુશેહર શહેરથી આશરે ૧૧૫ કિલોમીટર દક્ષિણપૂર્વમાં ૫.૦ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેનું કેન્દ્ર ૧૦ કિલોમીટરની ઊંડાઈએ હતું. ઈરાનના સમય પ્રમાણે રાત્રે ૧૨.૫૦ વાગ્યે આંચકો નોંધાયો હતો.

બુશેહરમાં ઈરાનનું મહત્વપૂર્ણ પરમાણુ વીજમથક આવેલું હોવાથી આ ભૂકંપ મહત્વનો ગણાય છે. જોકે વીજમથકને નુકસાન થયું હોય અથવા રેડિયેશન લીકેજ થયું હોય તેવી કોઈ વિશ્વસનીય પુષ્ટિ અત્યાર સુધી મળી નથી. 

(9:06 AM IST)