<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

મહારાષ્ટ્રના મંત્રી નિતેશ રાણે વર્ષ ૨૦૧૯ના કેસમાં કોર્ટે એક માસની જેલની સજા સંભળાવી મોકૂફ રાખી

હાઇકોર્ટમાં અપીલ કરવાની મંજૂરી આપી

મુંબઈ,તા.૨૮: મહારાષ્ટ્રની એક કોર્ટે વર્ષ ૨૦૧૯માં  નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્‍ડિયાના એન્‍જિનિયર પર કાદવ ફેંકવાના કેસમાં ભાજપના મંત્રી નિતેશ રાણેને દોષિત ઠેરવ્‍યા છે. તેમજ  તેમને એક મહિનાની જેલની સજા સંભળાવી હતી. તેમજ કોર્ટે આ સજા હાલ મોકૂફ રાખી છે. તેમજ હાઇકોર્ટમાં અપીલ કરવાની મંજૂરી આપી છે. નિતેશ રાણે  હાલમાં કણકવલી વિધાનસભા મતવિસ્‍તારમાંથી ભાજપના ધારાસભ્‍ય છે. 

સિંધ દુર્ગની જિલ્‍લા અદાલતના એડિશનલ સેશન્‍સ જજે આ ચુકાદો આપ્‍યો હતો. આ  દરમિયાન રાણેના એડવોકેટે  જણાવ્‍યું હતું કે  આ સજા સામે હાઇકોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવશે અને આગામી સૂચના સુધી સજા પર રોક લગાવવામાં આવી છે.

ઉલ્‍લેખનીય છે કે, આ સમગ્ર ઘટનાની વિગત મુજબ ૪ જુલાઈ ૨૦૧૯ના રોજ કણકવલીના તત્‍કાલીન ધારાસભ્‍ય નિતેશ રાણેએ હાઇવે એન્‍જિનિયર પ્રકાશ શેડેકરને મુંબઈ-ગોવા હાઇવે પર ચાલી રહેલા ફોર-લેન કાર્યનું નિરીક્ષણ કરવા માટે ગડનદી પુલ પર બોલાવ્‍યા હતા. આ ઘટના દરમિયાન કામની ગુણવત્તા પર રોષ વ્‍યક્‍ત કરતા શેડેકર પર કાદવ ફેંકવામાં આવ્‍યો હતો. તેમજ  તેમને કાદવમાંથી ચાલવાની ફરજ પાડવામાં આવી હતી.

(9:39 AM IST)