તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 3rd September 2026
મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં 200 વર્ષ પછી પરિવારે દીકરીના જન્મને ચાંદીના રથ અને શોભાયાત્રા સાથે ભવ્ય રીતે ઉજવ્યો.
બીડના 'દહિફાળે' પરિવારમાં છેલ્લા 200 વર્ષ અને આશરે ચાર પેઢીઓથી કોઈ પુત્રીનો જન્મ થયો ન હતો. આટલા લાંબા વિરામ બાદ ઘરમાં નવજાત બાળકીનું આગમન થતાં જ પરિવારે આ ખુશીને એક ભવ્ય ઉત્સવમાં ફેરવી નાખી

મહારાષ્ટ્રના બીડ જિલ્લામાંથી હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયી સમાચાર સામે આવ્યા છે. બીડના 'દહિફાળે' પરિવારમાં છેલ્લા 200 વર્ષ અને આશરે ચાર પેઢીઓથી કોઈ પુત્રીનો જન્મ થયો ન હતો. આટલા લાંબા વિરામ બાદ ઘરમાં નવજાત બાળકીનું આગમન થતાં જ પરિવારે આ ખુશીને એક ભવ્ય ઉત્સવમાં ફેરવી નાખી હતી.
દહિફાળે પરિવારે આ નવજાત બાળકીનું નામ 'ગાર્ગી' રાખ્યું છે. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ગાર્ગી અને તેની માતાને સીધા ઘરે લાવવાને બદલે, ખાસ શણગારેલા ચાંદીના રથમાં બેસાડીને ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ઢોલ, તાશા અને ઝાંઝના તાલ સાથે આખા માર્ગ પર પરિજનો અને સ્થાનિકો નાચતા-ગાતા નજરે પડ્યા હતા.
ગાર્ગીના દાદા અને દાદી સુરેખા દહિફાળેએ પોતાની ભાવુકતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે-છેલ્લી બે સદીઓથી અમારા પરિવારમાં દીકરીનો જન્મ ન થવાનો વસવસો હતો. આજે એ ઈચ્છા પૂરી થઈ છે અને અમારા ઘરમાં સાક્ષાત લક્ષ્મીજીનું આગમન થયું છે. બાળકીના પિતાએ પણ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે તેઓ પોતાની દીકરીને અતિશય વહાલ અને ફૂલની જેમ ઉછેરશે.
દીકરીના જન્મને ઉત્સવ બનાવવાની આ પરંપરા ભારત માટે નવી નથી. અગાઉ રાજસ્થાનના પીપલાંત્રી ગામમાં પણ આવી જ અનોખી પરંપરા શરૂ થઈ હતી, જ્યાં દરેક દીકરીના જન્મ પર 111 વૃક્ષો વાવવામાં આવે છે.
બીડના દહિફાળે પરિવારની આ અનોખી શોભાયાત્રા આજે સમગ્ર દેશમાં દીકરીઓ પ્રત્યેનો પ્રેમ અને સન્માન વધારવા માટે એક સુંદર ઉદાહરણ બની ગઈ છે.
(12:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
