<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

મહારાષ્ટ્રનું અર્થતંત્ર આગામી ૨થી ૩ વર્ષમાં સિંગાપુર અને UAEને પાછળ પાડી દેશે

મહારાષ્ટ્ર હવે કોઈ અન્ય ભારતીય રાજ્ય સાથે સ્પર્ધામાં નથી, કારણ કે તે પહેલેથી જ વિશ્વની ૩૦મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે

મુંબઈ તા.૨૩: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે  જણાવ્યું હતું કે નવીનતા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), સ્ટાર્ટઅપ્સ અને ઇન્ફ્રાસ્ટ્રકચરના ઝડપી વિકાસના આધારે રાજ્ય આગામી બે થી ત્રણ વર્ષમાં સિગાપુર અને યુએઈના અર્થતંત્રને પણ પાછળ પાડી દેશે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર હવે કોઈ અન્ય ભારતીય રાજ્ય સાથે સ્પર્ધામાં નથી, કારણ કે તે પહેલેથી જ વિશ્વની ૩૦મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે.

ફડણવીસે જણાવ્યું કે મહારાષ્ટ્ર ભારતની સ્ટાર્ટઅપ અને યુનિકોર્ન રાજધાની તરીકે ઉભર્યું છે અને હવે સંશોધન, નવીનતા અને આર્થિક વિકાસમાં દેશનું અગ્રણી રાજ્ય બની ગયું છે. મહારાષ્ટ્ર હાલમાં ૬૬૦ અબજ અમેરિકી ડોલરની અર્થવ્યવસ્થા ધરાવે છે અને ૧ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવાનું લક્ષ્ય હાંસલ કરવા માટે સૌથી નજીકનું ભારતીય રાજ્ય છે.મહારાષ્ટ્રની અર્થવ્યવસ્થા ૨૦૧૫માં લગભગ ૧૪ લાખ કરોડ રૃપિયાથી વધીને આજે ૫૪ લાખ કરોડ રૃપિયા થઈ ગઈ છે, એટલે કે છેલ્લા દાયકામાં ત્રણ ગણાથી વધુ વૃદ્ધિ નોંધાઈ છે. તેમણે જણાવ્યું કે રાજ્યએ સરેરાશ આશરે ૧૦ ટકાનો વિકાસદર જાળવી રાખ્યો છે.

 

(10:04 AM IST)