<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th October 2026

મુંબઈમાં મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પોલીસે અટકાયત કરી

તુષાર ગાંધી ચૂંટણી પંચ સામે વિરોધ પ્રદર્શન કરે એ પહેલાં જ મુંબઈ પોલીસની મોટી કાર્યવાહી

મુંબઈમાં મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પોલીસે અટકાયત કરી હોવાની માહિતી સામે આવી છે. તુષાર ગાંધી ચૂંટણી પંચ સામે વિરોધ પ્રદર્શન કરવાના હતા, તે પહેલાં જ મુંબઈ પોલીસે તેમની સામે કાર્યવાહી કરી હતી. દિલ્હીમાં CEC જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે CJPના વિરોધ પ્રદર્શન અને વિવિધ સ્થળોએ પ્રદર્શનકારીઓની અટકાયત વચ્ચે મુંબઈની આ ઘટનાએ પણ ધ્યાન ખેંચ્યું છે. જોકે, તુષાર ગાંધીની અટકાયત અંગે પોલીસનું સત્તાવાર નિવેદન અને કાર્યવાહી પાછળનું ચોક્કસ કારણ સામે આવવાનું બાકી છે.

(1:02 PM IST)