તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th November 2026
પાકિસ્તાનના તરબેલા બંધમાં મોટી દુર્ઘટના: ચીનની કંપની દ્વારા નિર્માણાધીન જળવિદ્યુત પ્રોજેક્ટની સુરંગમાં ધસમસતું પાણી ઘૂસ્યું: કામકાજ બંધ, તમામ કામદારોનો સુરક્ષિત બચાવ
૧૫૩૦ મેગાવોટના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને વધુ એક ફટકો: નબળા ખડકો ધસી પડતાં દુર્ઘટના; મુખ્ય બંધ અને સુરંગ તૂટી હોવાના વાયરલ થયા દાવા

ઇસ્લામાબાદ, તા. ૯: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આવેલા તરબેલા બંધના પાંચમા વિસ્તરણ જળવિદ્યુત પ્રોજેક્ટમાં સોમવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. નિર્માણાધીન સુરંગમાં ખોદકામ દરમિયાન નબળા ખડકો ધસી પડતાં જળાશયમાંથી પાણીનો જોરદાર પ્રવાહ સુરંગ અને પાવરહાઉસના કાર્યવિસ્તારમાં ઘૂસી ગયો હતો. તાત્કાલિક કટોકટી જાહેર કરીને કામદારોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
પાકિસ્તાનની જળ અને વીજ વિકાસ સત્તા ‘વાપડા’ના સત્તાવાર નિવેદન મુજબ તમામ કામદારો સુરક્ષિત છે અને જાનહાનિ થઈ નથી. મુખ્ય સુરંગ, પાવરહાઉસ અને અન્ય મહત્વપૂર્ણ માળખાંને નુકસાન થયું નથી. પાણી બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
ચીનની પાવર કન્સ્ટ્રક્શન કોર્પોરેશનને આ પ્રોજેક્ટનું બાંધકામ સોંપાયું છે. પ્રોજેક્ટમાં ૫૧૦ મેગાવોટના ત્રણ એકમો દ્વારા કુલ ૧૫૩૦ મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવાની યોજના છે. અગાઉ પણ પ્રોજેક્ટમાં વિલંબ અને ખર્ચવધારાના પ્રશ્નો ઊભા થયા હતા.
Noke આખો તરબેલા બંધ તૂટી ગયો હોવાના તથા પાકિસ્તાનનો વીજપ્રોજેક્ટ સંપૂર્ણ નષ્ટ થયાના વાયરલ દાવાઓને સત્તાવાર સમર્થન મળ્યું નથી.
(10:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
