<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th June 2026

કોલકત્તાના તારાતલ્લીમા મોટી દુર્ઘટનાઃ ગોડાઉનનો વિશાળ શેડ તૂટી પડ્‍યોઃ ૫૦ થી ૬૦ મજુરો ફસાયા

સ્‍થાનિક પ્રશાસન સાથે ભારતીય સેના પણ રેશકયુ ઓપરેશનમાં જોડાઈ

(વિજય વસાણી દ્વારા)ઞાંધીનઞર તા.૨૪: પશ્ચિમ બંગાળના કોલકત્તા જિલ્લાના તારાતલ્લા વિસ્‍તારમાં  નિર્માણાધીન ગોડાઉનનો વિશાળ શેડ પતાના મહેલની જેમ તૂટી પડતા ૫૦ થી ૬૦ મજૂરો નીચે ફસાઈ ગયા હોવાની આશંકા છે.

આજે બપોરે બનેલી આ ઘટનાની વિગતો મુજબ પ?મિ બંગાળના કલકત્તા પાસે આવેલ તારાતલ્લા વિસ્‍તારમાં નિર્માણાધીન એક ગોડાઉનનો સેડ પત્તાના મહેલની જેમ તૂટી પડતા શેડની નીચે કામ કરતા ૫૦ થી ૬૦ જેટલા મજૂરો નીચે દટાઈ ગયા હોવાની શંકા સેવાઈ રહી છે ત્‍યારે ઘટનાની ગંભીરતાને જોતા સ્‍થાનિક પ્રશાસનની સાથે ભારતીય સેનાને પણ તાત્‍કાલિક રેસ્‍કયુ ઓપરેશનમાં ઉતારવામાં આવી છે. 

(3:40 PM IST)