News of Monday, 29th June 2026
નોઇડામાંથી મોટી દુર્ઘટના:સેક્ટર 119 માં એક બહુમાળી ઇમારતમાં 22માં માળે એસી બ્લાસ્ટ થતા આગ ભભૂકી
ઘટનાની જાણ થતાં 6 ફાયર ટેન્ડર સ્થળ પર પહોંચ્યા : આગને કાબુમાં લેવા માટે કામ શરૂ:સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી .

નવી દિલ્હી :દિલ્હીના રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR) માં આગની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે હવે ઉત્તર પ્રદેશના નોઇડામાંથી મોટી દુર્ઘટનાના સમાચાર આવ્યા છે. સેક્ટર 119 માં આવેલ એક બહુમાળી ઇમારતમાં વિકરાળ આગ લાગી હોવાના સમાચાર છે. પ્રાથમિક માહિતી અનુસાર, આગનું કારણ એસી બ્લાસ્ટ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટના નોઈડા સેક્ટર 119 માં આવેલી અરણ્ય સોસાયટીમાં બની છે. સોસાયટીના એક ટાવરના 22 મા માળે આવેલા ફ્લેટમાં આગ લાગી હોવાની માહિતી છે. ઘટનાની જાણ થતાં અનેક ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને ભીષણ આગને કાબુમાં લીધી છે. સદનસીબે આ દુર્ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.
માહિતી અનુસાર, નોઈડાના સેક્ટર 119 માં અરણ્ય સોસાયટીના 22 માં માળે એક ફ્લેટમાં સોમવારે ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે મોટા પાયે કટોકટીની સ્થિતિ સર્જાઈ હતી. પ્રાથમિક અહેવાલો મુજબ, આગ એર કન્ડીશનર (AC) યુનિટમાં વિસ્ફોટને કારણે લાગી હતી. ઘટનાની જાણ થતાં 6 ફાયર ટેન્ડર સ્થળ પર મોકલવામાં આવ્યા હતા અને ફાયર ટીમે આગને કાબુમાં લેવા માટે કામ શરૂ કર્યું. સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી છે.
નોઈડા પોલીસના જણાવ્યા અનુસાર, સેક્ટર 113 પોલીસ સ્ટેશનના અધિકાર ક્ષેત્ર હેઠળ આવતા અરણ્ય સોસાયટીના એક ફ્લેટમાં આગ લાગી હોવાનો અહેવાલ મળ્યો હતો. ફાયર સર્વિસની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. આગને સંપૂર્ણપણે ઓલવવાના પ્રયાસો ચાલુ છે, અને પરિસ્થિતિ કાબુમાં આવ્યા પછી વધુ વિગતો મળવાની અપેક્ષા છે.
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
