તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd July 2026
જન્મ અને મૃત્યુ પ્રમાણપત્ર આપવાના નિયમોમાં મોટો ફેરફાર: પશ્ચિમ બંગાળ સરકારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસેથી સત્તા પાછી ખેંચી, હવે સરકારી અધિકારીઓ જારી કરશે પ્રમાણપત્ર!
નકલી પ્રમાણપત્રો અને ગેરરીતિઓ પર લગામ કસવા મોટો નિર્ણય: મ્યુનિસિપલ ચેરમેન અને પંચાયત પ્રમુખો હવે પ્રમાણપત્ર આપી શકશે નહીં, કડક કાર્યવાહીની મુખ્ય સચિવની ચેતવણી

કોલકાતા : પશ્ચિમ બંગાળમાં જન્મ અને મૃત્યુ પ્રમાણપત્ર જારી કરવાની પ્રક્રિયામાં મોટા પાયે આચરવામાં આવતી ગેરરીતિઓ અને નકલી દસ્તાવેજોના કૌભાંડ સામે રાજ્ય સરકારે અત્યંત સખત વલણ અપનાવ્યું છે. પશ્ચિમ બંગાળ સરકારે નિયમોમાં મહત્વપૂર્ણ સુધારો કરીને નગરપાલિકાના ચેરમેન અને પંચાયત પ્રમુખો જેવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસેથી પ્રમાણપત્ર આપવાની સત્તા આંચકી લીધી છે. હવે આ મહત્ત્વપૂર્ણ જવાબદારી માત્ર નિમાયેલા સરકારી અધિકારીઓ જ સંભાળશે.
નકલી પ્રમાણપત્રોથી સરકારી યોજનાઓનો દુરુપયોગ
રાજ્ય સચિવાલય (નબન્ના) ખાતે ગુરુવારે એક પત્રકાર પરિષદને સંબોધતા મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, મતદાર યાદીના વિશેષ સઘન સંશોધન (SIR) દરમિયાન અને ચૂંટણી પછી રાજ્યભરમાંથી મોટા પ્રમાણમાં નકલી જન્મ પ્રમાણપત્રોનો ઉપયોગ થયો હોવાની ફરિયાદો મળી હતી.
· ગંભીર ગેરરીતિઓ: અસંખ્ય લોકોએ ગેરકાયદેસર અને નકલી જન્મ-મૃત્યુ પ્રમાણપત્રો બનાવીને સરકારી યોજનાઓ અને લાભો મેળવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
· પોલીસ કાર્યવાહી: આ મામલે વિવિધ પોલીસ સ્ટેશનોમાં એફઆઈઆર પણ નોંધવામાં આવી છે અને તપાસ વેગવંતી બનાવવામાં આવી છે.
આરોગ્ય વિભાગ જારી કરશે નવી માર્ગદર્શિકા
મુખ્ય સચિવે સ્પષ્ટતા કરી હતી કે રાજ્યનું આરોગ્ય વિભાગ ટૂંક સમયમાં જ એક વિસ્તૃત સૂચના (Notification) બહાર પાડશે, જેમાં સંબંધિત સરકારી અધિકારીઓની ચોક્કસ જવાબદારીઓ નક્કી કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, "પ્રમાણપત્ર જારી કરનારા કોઈપણ અધિકારીના સ્તરે જો કોઈ પણ પ્રકારની બેદરકારી કે ગેરરીતિ જણાશે તો તેમની સામે કાયદાકીય અને વિભાગીય કડક કાર્યવાહી કરવામાં આવશે."
(7:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
