હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
SBIમાં સાયબર સુરક્ષાનું મોટું ગાબડુઃ SiriusSim' હેકર જૂથ દ્વારા ૩.૭૫ લાખ ગ્રાહકોનો ખાનગી ડેટા ચોર્યાનો દાવો!
બેંક સાથે જોડાયેલી લાખો ગ્રાહકોની પર્સનલ ડિટેલ્સ, લોન એપ્લિકેશન અને કેવાયસી દસ્તાવેજો લીક થયા હોવાની આશંકા વચ્ચે સાયબર એજન્સીઓ સતર્ક

નવી દિલ્હી, તા.૨૧: એસબીઆઈની સુરક્ષા વ્યવસ્થાને લઈને એક અત્યંત ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. 'SiriusSim' નામના એક અજાણ્યા હેકર જૂથે સ્ટેટ બેંકના ગ્રાહકોના ખાનગી અને ગુપ્ત ડેટામાં સેધ મારી હોવાનો દાવો કર્યો છે, જેના કારણે સમગ્ર બેંકિંગ જગતમાં હલચલ મચી ગઈ છે. સોશિયલ મીડિયા પર સાયબર સુરક્ષા પર નજર રાખનાર 'CyberPulse56' હેન્ડલ દ્વારા કરવામાં આવેલા દાવા મુજબ, આ હેકર જૂથ પાસે એસબીઆઈના અંદાજે ૩.૭૫ લાખ ગ્રાહકોની ડેટા એન્ટ્રીઓ અને ૨,૭૨૨ જેટલા સંવેદનશીલ ભ્ઝજ્ દસ્તાવેજોની સીધી ઍક્સેસ ઉપલબ્ધ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, આ કથિત લીક થયેલા ડેટામાં ગ્રાહકોની વ્યક્તિગત માહિતી, રહેઠાણના સરનામાં, બેંક ખાતા ખોલવાના ફોર્મ, લોન અરજીઓ અને તેની સાથે સંકળાયેલા અન્ય મહત્વપૂર્ણ રેકોર્ડ્સ સામેલ હોવાનું જણાવવામાં આવ્યું છે. ગત ૧૬ ઓક્ટોબરે આ મામલો સૌપ્રથમ સામે આવ્યા બાદથી ડિજિટલ સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ છે. જોકે, આ ડેટા લીક કેટલો અધિકળત છે અને તેનો મૂળ સ્રોત કયો છે તેની હજુ સુધી કોઈ સ્વતંત્ર કે સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, તેમજ બેંક તરફથી પણ આ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
સાયબર સુરક્ષા નિષ્ણાતોના મતે, જો આ હેકિંગનો દાવો સાચો સાબિત થાય, તો સાયબર અપરાધીઓ આ ખાનગી માહિતીનો દુરુપયોગ ઓળખ ચોરી (Identity Theft), ફિશિંગ હુમલાઓ, નાણાકીય છેતરપિંડી અને ગ્રાહકોના નામે બનાવટી લોન પાસ કરાવવા માટે કરી શકે છે. આ ગંભીર જોખમને ધ્યાનમાં રાખીને ગ્રાહકોને કોઈપણ અજાણ્યા કોલ, શંકાસ્પદ લિંક કે ફ્રોડ મેસેજથી સાવધ રહેવાની કડક સલાહ આપવામાં આવી છે, જેથી નાણાકીય નુકસાનથી બચી શકાય.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
