તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 8th September 2026
મુંબઈના અંધેરી વેસ્ટમાં એન્ટી-નાર્કોટિક્સ સેલની મોટી કાર્યવાહી : આરોપીને 153.6 ગ્રામ MD ડ્રગ્સ સાથે દબોચી લીધો
બાતમીના આધારે પોલીસે અંધેરી વેસ્ટના સી.ડી. બર્ફીવાલા રોડ, માનો બીના અપાર્ટમેન્ટ બસ સ્ટોપ પાસે, વેસ્ટ 10 કન્સ્ટ્રક્શન સામે જાળ બિછાવી એક શંકાસ્પદ શખ્સને પકડી પાડ્યો

મુંબઈના અંધેરી વેસ્ટમાં ડ્રગ્સ સામે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની એન્ટી-નાર્કોટિક્સ સેલે મોટી કાર્યવાહી કરી છે. બાંદ્રા યુનિટ-3 ની ટીમે એક આરોપીને 153.6 ગ્રામ મેફેડ્રોન એટલે કે MD ડ્રગ્સ સાથે દબોચી લીધો હતો. આ જપ્ત કરાયેલા MDની કિંમત આશરે 4 લાખ 60 હજાર 800 રૂપિયા બતાવવામાં આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, 7 સપ્ટેમ્બર 2026ના રોજ એન્ટી-નાર્કોટિક્સ સેલની બાંદ્રા યુનિટને ડ્રગ્સ તસ્કરીની માહિતી મળી હતી. માહિતીના આધારે પોલીસે અંધેરી વેસ્ટના સી.ડી. બર્ફીવાલા રોડ, માનો બીના અપાર્ટમેન્ટ બસ સ્ટોપ પાસે, વેસ્ટ 10 કન્સ્ટ્રક્શન સામે જાળ બિછાવી હતી. જે બાદ પોલીસે અહીં એક શંકાસ્પદ શખ્સને પકડી પાડ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલા આરોપીની ઓળખ અંધેરી પશ્ચિમના રહેવાસી 36 વર્ષીય મહોમ્મદ જમીર અબ્દુલ અઝીઝ ખાન તરીકે થઈ છે. અંગ જડતી દરમિયાન તેની પાસેથી 153.6 ગ્રામ મેફેડ્રોન એટલે કે MD મળી આવ્યું હતું. પોલીસે જપ્ત કરેલા MDની અંદાજિત કિંમત 4 લાખ 60 હજાર 800 રૂપિયા બતાવી છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી આ MD વેચાણ માટે લઈને જઈ રહ્યો હતો.
આરોપી સામે ગેરકાયદેસર રીતે ડ્રગ્સ રાખવા અને વેચવાના કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે. સમગ્ર નેટવર્કમાં આરોપીની ભૂમિકા અને તે આ MD ક્યાંથી લાવ્યો હતો, તે અંગે આગળની તપાસ ચાલી રહી છે.
(2:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
