તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th May 2026
નાસિક TCS ધર્માંતરણ કેસમાં પોલીસની મોટી કાર્યવાહી: મુખ્ય સૂત્રધાર નિદા ખાનની ધરપકડ બાદ રાજકીય ગરમાવો, AIMIM કોર્પોરેટર સામે પણ ગાળિયો કસાયો
છત્રપતિ સંભાજીનગરથી નિદા ખાન ઝડપાઈ: ધરપકડથી બચવા નાસતી ફરતી આરોપીને પોલીસે દબોચી, કોર્પોરેટર મતીન ખાન પર આશરો આપવાનો અને કાવતરામાં સાથ આપવાનો ગંભીર આરોપ

નાસિક: દેશની અગ્રણી આઈટી કંપની TCS ના કર્મચારીઓ સાથે જોડાયેલા કથિત ધર્માંતરણના મામલે નાસિક પોલીસે રવિવારે મોટી સફળતા મેળવી છે. આ કેસની મુખ્ય આરોપી નિદા ખાન, જે લાંબા સમયથી પોલીસને થાપ આપી રહી હતી, તેની આખરે છત્રપતિ સંભાજીનગરના નારેગાંવ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં હવે રાજકીય વળાંક આવ્યો છે કારણ કે AIMIM પક્ષના કોર્પોરેટર મતીન ખાન વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે નાસિકની કોર્પોરેટ ઓફિસમાં કામ કરતા કેટલાક કર્મચારીઓએ ફરિયાદ કરી કે તેમના પર ધર્મ પરિવર્તન કરવા માટે માનસિક દબાણ લાવવામાં આવી રહ્યું છે. તપાસમાં બહાર આવ્યું કે નિદા ખાને પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે આ કર્મચારીઓને નિશાન બનાવ્યા હતા. નિદા ખાને ધરપકડથી બચવા માટે નાસિક સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી, પરંતુ અદાલતે આ મામલાને ગંભીર ગણાવીને અરજી ફગાવી દીધી હતી.
અદાલત દ્વારા જામીન નકારાતા નિદા ખાન ફરાર થઈ ગઈ હતી. નાસિક પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી ઓપરેશન પાર પાડીને તેને છત્રપતિ સંભાજીનગરથી ઝડપી પાડી હતી. તપાસ દરમિયાન પોલીસને ચોંકાવનારી વિગતો મળી છે કે નારેગાંવના AIMIM કોર્પોરેટર મતીન ખાને નિદા ખાનને આશરો આપ્યો હતો અને ધર્માંતરણની પ્રવૃત્તિઓમાં તેને મદદ કરી હતી. પોલીસે હવે મતીન ખાન વિરુદ્ધ પણ FIR નોંધીને તપાસ તેજ કરી છે.
આ ધરપકડ બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. એક તરફ વિરોધ પક્ષો આ મામલે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે, તો બીજી તરફ આટલા ગંભીર આરોપો છતાં AIMIM પક્ષ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. પોલીસ અત્યારે નિદા ખાનની કસ્ટોડિયલ પૂછપરછ કરી રહી છે, જેમાં આંતરરાષ્ટ્રીય કનેક્શન કે અન્ય કોઈ મોટા ગ્રુપની સંડોવણી હોવાની પણ આશંકા સેવાઈ રહી છે. આગામી દિવસોમાં આ કેસમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે.
(7:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
