હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભોપાલમાં વહીવટીતંત્રની મોટી સર્જિકલ સ્ટ્રાઈક: રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે ચાલતી ૮૦૦થી વધુ દુકાનો અને શોરૂમ પર સીલ વાગશે; મ્યુનિસિપલ કોર્પોરેશનની આકરી નોટિસથી વેપારીઓમાં ભારે ફફડાટ
સુપ્રીમ કોર્ટની ૪ ઓગસ્ટે થનારી મહત્વની સુનાવણી પહેલાં કોર્પોરેશનનું આકરું વલણ: અરેરા કોલોની અને રોહિત નગરમાં સમયમર્યાદા પૂર્ણ થતાં કાર્યવાહી શરૂ; રહેવાસીઓએ રાહત અનુભવી તો વેપારીઓએ વિરોધ પ્રદર્શનની આપી ચીમકી

ભોપાલ : મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં રહેણાંક પરમિટ (Residential Permit) નો ઉપયોગ કરીને ગેરકાયદેસર રીતે વાણિજ્યિક પ્રવૃત્તિઓ (Commercial Activities) ચલાવતા ૮૦૦થી વધુ વેપારીઓ સામે ભોપાલ મ્યુનિસિપલ કોર્પોરેશને લાલ આંખ કરી છે. કોર્પોરેશન દ્વારા પાઠવવામાં આવેલી આકરી નોટિસની સમયમર્યાદા પૂર્ણ થતાં જ આવતીકાલે, ૩૦ જુલાઈથી અરેરા કોલોની અને રોહિત નગર જેવા પોશ વિસ્તારોમાં આવેલા સેંકડો શોરૂમ, હોટલ અને દુકાનોને સીલ કરવાની મોટો ધમધમાટ શરૂ કરવામાં આવી રહ્યો છે. તંત્રના આ નિર્ણયથી સ્થાનિક વેપારી આલમમાં ભારે હોબાળો અને અસંતોષ વ્યાપી ગયો છે.
સુપ્રીમ કોર્ટની સુનાવણી અને ૧૫ જૂનથી નોટિસનો સિલસિલો:
હકીકતમાં, આ સમગ્ર મામલે આગામી ૪ ઓગસ્ટના રોજ દેશની સર્વોચ્ચ અદાલત (સુપ્રીમ કોર્ટ) માં મહત્વની સુનાવણી હાથ ધરાનાર છે. સુપ્રીમ કોર્ટની કડક સૂચનાઓ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ૧૫ જૂનથી અરેરા કોલોની અને રોહિત નગરના રહેણાંક પ્લોટ પર ધમધમતા વ્યવસાયોને નોટિસો પાઠવવાનું શરૂ કર્યું હતું. જે બાદ ૧૭ જુલાઈએ આખરી નોટિસ આપીને મુદત નક્કી કરાઈ હતી. જે ૪૨૯ વેપારીઓની નોટિસની સમયમર્યાદા ૨૯ અને ૩૦ જુલાઈએ પૂર્ણ થઈ રહી છે, તેમની સામે આવતીકાલથી તાળાબંધીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
રહેવાસીઓનો શાંતિ માટે સંગ્રામ, વેપારીઓની પોતાની દલીલ:
અરેરા કોલોનીના રહેવાસીઓ છેલ્લા બે વર્ષથી રહેણાંક વિસ્તારમાં ચાલતી કોમર્શિયલ પ્રવૃત્તિઓ, મોડી રાત સુધી વાગતા ડીજેના અવાજ અને ટ્રાફિકની સમસ્યાથી પરેશાન હતા. સ્થાનિક અરજદાર પૂર્ણેન્દુ શુક્લા અને વિવેક ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, "રહેણાંક જમીન પર કાયદાનો ભંગ કરીને મોટા બિઝનેસ ચલાવવા ખોટું છે અને સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન થવું જ જોઈએ." બીજી તરફ, ૧ ઓગસ્ટથી સ્થાનિક નાગરિકો જાગૃતિ અર્થે ‘નાગરિક પદયાત્રા’ પણ યોજવાના છે.
સામે પક્ષે, નંબર ૧૦ ટ્રેડર્સ ફેડરેશનના પ્રમુખ આનંદ સોની સહિતના વેપારીઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેઓ સરકારને તમામ વાણિજ્યિક કર (Commercial Tax), GST અને ગુમાસ્તા ધારા હેઠળ ફી ચૂકવે છે તેમજ કમર્શિયલ વીજ જોડાણ પણ ધરાવે છે. આ કાર્યવાહીથી સેંકડો કર્મચારીઓની રોજીરોટી પર સંકટ આવી જશે.
જોકે, ડેપ્યુટી કમિશનર ભુવન ગુપ્તાએ સ્પષ્ટતા કરી છે કે નિયત ગ્રેસ પીરિયડ પૂર્ણ થઈ ગયો છે અને જો વેપારીઓ નિયમ મુજબ પરવાનગી નહીં દર્શાવે અથવા કમિશનર સમક્ષ સોગંદનામું નહીં રજૂ કરે તો તમામ ગેરકાયદેસર રીતે ચાલતી દુકાનો અને શોરૂમ સીલ કરી દેવામાં આવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
