તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th August 2026
ચંદીગઢમાં મોટી આતંકી ષડયંત્ર નિષ્ફળ: ISBT બસ સ્ટેન્ડ પાછળથી IED અને ઘાતક હથિયારો સાથે ૩ શંકાસ્પદોની ધરપકડ
સેક્ટર 43 આંતર-રાજ્ય બસ ટર્મિનલ નજીક વિસ્ફોટકો મળી આવતા સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર : સમયસર સર્ચ ઓપરેશન હાથ ધરી પોલીસે મોટી જાનહાનિ ટાળી

ચંદીગઢ: ચંદીગઢના અત્યંત વ્યસ્ત ગણાતા સેક્ટર 43 સ્થિત આંતર-રાજ્ય બસ ટર્મિનલ (ISBT) પાછળના જંગલ જેવા વિસ્તારમાંથી શંકાસ્પદ આઈઇડી (IED) અને ઘાતક શસ્ત્રો મળી આવતા સમગ્ર વિસ્તારમાં અને સુરક્ષા એજન્સીઓમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ચંદીગઢને ધમાકાથી દહેલાવી દેવાના આતંકવાદી કાવતરાને પોલીસે સમયસૂચકતા વાપરીને નાકામ કરી દીધું છે. આ મામલે પોલીસે સઘન કાર્યવાહી કરીને પંજાબના ત્રણ શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરી છે અને વિસ્ફોટકો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગુપ્ત બાતમીના આધારે ચંદીગઢ પોલીસની ટીમે સેક્ટર 43 બસ સ્ટેન્ડ પાછળ તુરંત ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તપાસ દરમિયાન ત્યાંથી જીવંત આઈઇડી, શસ્ત્રો અને અન્ય વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી, જે જપ્ત કરીને ટેકનિકલ તપાસ માટે મોકલી દેવાઈ છે. પોલીસ સ્ટેશન 36 માં આ અંગે ગુનો નોંધી આરોપીઓની પૂછપરછ હાથ ધરાઈ છે કે આ વિસ્ફોટકો ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને તેનો મુખ્ય ઉપયોગ કઈ જગ્યાએ કરવાનો કાવતરો હતો.
આ ઘટના બાદ સેક્ટર 43 ISBT અને આસપાસના જાહેર સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરી દેવામાં આવી છે. સ્થળની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ સુરક્ષા ટીમ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ દ્વારા સમગ્ર વિસ્તારમાં તપાસ વધારી દેવાઈ છે. આ મોટો આતંકી હુમલાનો પ્રયાસ હતો કે કેમ તે અંગે એજન્સીઓ આરોપીઓના નેટવર્ક અને બેકગ્રાઉન્ડની તપાસ કરી રહી છે.
(12:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
