News of Sunday, 10th May 2026
યુરોપ અને મધ્ય પૂર્વના આકાશમાં અમેરિકન વાયુસેનાની મોટી હિલચાલ
યુએસ એરફોર્સના ૧૫ જેટલા મહાકાય કાર્ગો વિમાનો સક્રિય હોવાની નોંધ

અમેરિકાની એર મોબિલિટી કમાન્ડ દ્વારા યુરોપ અને મધ્ય પૂર્વના વિસ્તારોમાં ૧૩ સી-૧૭એ અને ૨ સી-૫એમ સુપર ગેલેક્સી વિમાનો સક્રિય કરાયા છે.
મધ્ય પૂર્વ અને યુરોપમાં ચાલી રહેલી તંગદિલી વચ્ચે અમેરિકન વાયુસેનાની ગતિવિધિઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, યુનાઈટેડ સ્ટેટ્સ એરફોર્સની એર મોબિલિટી કમાન્ડ હાલમાં અત્યંત સક્રિય છે. આજે સવારે યુરોપ અને મધ્ય પૂર્વના આકાશી ક્ષેત્રમાં અમેરિકન વાયુસેનાના ૧૩ જેટલા સી-૧૭એ ગ્લોબમાસ્ટર થ્રી અને ૨ સી-૫એમ સુપર ગેલેક્સી વિમાનો ઉડાન ભરી રહ્યા હોવાનું ફ્લાઇટ ટ્રેકિંગ ડેટામાં નોંધાયું છે. આ મહાકાય કાર્ગો વિમાનોનો ઉપયોગ સામાન્ય રીતે મોટા પાયે સૈન્ય સાધનો, શસ્ત્રો અને સૈનિકોની હેરફેર માટે કરવામાં આવે છે. વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ અને ઈરાન સાથેના તણાવને જોતા, અમેરિકા દ્વારા પોતાના સાથી દેશોને લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડવા અથવા પોતાના સૈન્ય મથકો પર જરૂરી સામગ્રી પહોંચાડવા માટે આ મોટા પાયે હવાઈ હિલચાલ કરવામાં આવી રહી હોવાનું માનવામાં આવે છે.
(5:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
