તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd April 2026
માલેગાંવ બૉમ્બ બ્લાસ્ટ કેસ: બોમ્બે હાઇકોર્ટનો સીમાચિહ્નરૂપ ચુકાદો : જેલમાં રહેલા ચારેય મુખ્ય આરોપીઓને નિર્દોષ જાહેર
બોમ્બે હાઈકોર્ટે લોકેશ શર્મા, ધન સિંહ, રાજેન્દ્ર ચૌધરી અને મનોહર નરવરિયાને તમામ આરોપોમાંથી મુક્ત કર્યા: લાંબી કાયદાકીય લડત બાદ પુરાવાઓના અભાવે આરોપીઓ નિર્દોષ છૂટ્યા

મુંબઈ :વર્ષ 2006માં મહારાષ્ટ્રના માલેગાંવમાં થયેલા ભીષણ બોમ્બ બ્લાસ્ટ કેસમાં બોમ્બે હાઈકોર્ટે સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. કોર્ટે આ મામલે જેલમાં રહેલા ચારેય મુખ્ય આરોપીઓને નિર્દોષ જાહેર કરી મોટી રાહત આપી છે. વર્ષો જૂના આ કેસમાં આવેલો આ વળાંક કાયદાકીય દ્રષ્ટિએ અત્યંત મહત્વનો માનવામાં આવે છે, કારણ કે આ સીરીયલ બ્લાસ્ટમાં 37 જેટલા નિર્દોષ લોકોના મોત નિપજ્યા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા.
માલેગાંવ 2006 બોમ્બ બ્લાસ્ટ કેસની સુનાવણી દરમિયાન બોમ્બે હાઈકોર્ટે લોકેશ શર્મા, ધન સિંહ, રાજેન્દ્ર ચૌધરી અને મનોહર નરવરિયાને તમામ આરોપોમાંથી મુક્ત કર્યા છે. કોર્ટે અવલોકન કર્યું હતું કે આરોપીઓ આ પહેલા વિશેષ NIA કોર્ટે 2008ના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર અને મેજર રમેશ ઉપાધ્યાય સહિત સાત આરોપીઓને બરી કર્યા હતા. તે સમયે પણ અદાલતે પૂરતા પુરાવા ન હોવાનું કારણ દર્શાવીને UAPA અને આર્મ્સ એક્ટ હેઠળના તમામ આરોપો હટાવી દીધા હતા. તપાસ એજન્સીઓ માટે આ કેસમાં પુરાવા એકત્ર કરવા અને તેને કોર્ટમાં સાબિત કરવા એક મોટો પડકાર રહ્યો છે.
આ આતંકી હુમલો 29 સપ્ટેમ્બરના રોજ થયો હતો, જ્યારે માલેગાંવના ભીખુ ચોક પાસે આવેલી મસ્જિદ નજીક એક મોટરસાઇકલ પર રાખવામાં આવેલો બોમ્બ ફાટ્યો હતો. આ ધડાકો રમઝાનના પવિત્ર મહિના દરમિયાન અને નવરાત્રીના તહેવાર પહેલા થયો હતો, જેના કારણે સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ આ શહેરમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં 100 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
આ કેસમાં પ્રોસિક્યુશન દ્વારા કુલ 323 સાક્ષીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જોકે, તપાસ દરમિયાન એક મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે 34 મહત્વના સાક્ષીઓ પોતાના નિવેદન પરથી ફરી ગયા. સાક્ષીઓના ફરી જવાથી અને તપાસમાં રહેલી ક્ષતિઓને કારણે સરકારી પક્ષનો કેસ નબળો પડ્યો હતો, પરિણામે આરોપીઓને શંકાનો લાભ મળ્યો અને તેઓ નિર્દોષ જાહેર થયા.
શરૂઆતમાં આ કેસની તપાસ મહારાષ્ટ્ર ATS દ્વારા કરવામાં આવી હતી, જેણે આરોપીઓની ધરપકડ કરી ચાર્જશીટ દાખલ કરી હતી. ત્યારબાદ 2011માં આ તપાસ NIA ને સોંપવામાં આવી હતી. 2016માં NIA એ સપ્લીમેન્ટરી ચાર્જશીટ રજૂ કરી હતી, જેમાં પુરાવાઓના અભાવે સાધ્વી પ્રજ્ઞા સહિતના આરોપીઓ સામેથી કડક કલમો હટાવવાની ભલામણ કરવામાં આવી હતી.
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
