તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 11th June 2026
મમતા બેનર્જીએ રાહુલનું નેતૃત્વ સ્વીકારવું પડશે, કોંગ્રેસ ટીએમસીને બ્લેકમેલ કરી રહી છે : કોંગ્રેસમાં TMCના વિલયની સોનિયાની ઓફર પર ભાજપનો મોટો પ્રહાર!
બંગાળમાં ૨૦ સાંસદોના ભયાનક બળવા વચ્ચે અસ્તિત્વ બચાવવા મમતા બેનર્જીએ દિલ્હી દોડવું પડ્યું

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના ૨૦ સાંસદોએ બળવો કર્યા બાદ મમતા બેનર્જીના પક્ષ પર અસ્તિત્વનું સંકટ મંડાતા ભારતીય રાજકારણમાં અભૂતપૂર્વ ગરમાવો આવી ગયો છે. પક્ષ તૂટવાના ભય વચ્ચે મમતા બેનર્જી અને અભિષેક બેનર્જીએ દિલ્હીમાં ૧૦ જનપથ પર સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે મેરેથોન બેઠકો યોજી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સોનિયા ગાંધીએ મમતા બેનર્જી સામે ટીએમસીને સંપૂર્ણપણે કોંગ્રેસમાં વિલીન કરી દેવાની મોટી ઓફર મૂકી છે, જેના બદલામાં મમતાને કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને અભિષેક બેનર્જીને રાષ્ટ્રીય મહાસચિવ પદ આપવાની શરત રાખવામાં આવી છે.
આ હાઈપ્રોફાઈલ રાજકીય સોદાબાજી પર ભાજપે પોતાની પહેલી આક્રમક પ્રતિક્રિયા આપીને દેશના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ તીખો પ્રહાર કરતા જણાવ્યું છે કે, "કોંગ્રેસ મમતા બેનર્જીની રાજકીય લાચારી અને મજબૂરીનો પૂરતો ફાયદો ઉઠાવી રહી છે. બંગાળમાં પક્ષ વિખેરાઈ રહ્યો છે ત્યારે કોંગ્રેસ જૂના હિસાબો ચુકતે કરવા માટે ટીએમસીને ખુલ્લેઆમ બ્લેકમેલ કરી રહી છે અને મમતા બેનર્જીએ હવે પક્ષ બચાવવા માટે અનિચ્છાએ પણ રાહુલ ગાંધીનું નેતૃત્વ સ્વીકારવું જ પડશે."
ભાજપે આ વિલયની વાતોને ઘોર પરિવારવાદનો નમૂનો ગણાવતા ઉમેર્યું કે, મમતા બેનર્જી અને સોનિયા ગાંધી બંને પોતાના પુત્ર અને ભત્રીજાના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે આ રાજકીય શરણાગતિ તરફ આગળ વધી રહ્યા છે. ટીએમસીના બળવાખોર જૂથના કારણે દીદી ચારેય તરફથી ઘેરાઈ ચૂક્યા છે, અને જો આ વિલય સફળ થાય છે તો બંગાળના રાજકારણમાંથી ટીએમસીનું નામ સદા માટે ભૂંસાઈ જશે. મમતા બેનર્જીએ આ પ્રસ્તાવ પર વિચાર કરવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડ પાસે થોડા દિવસનો સમય માંગ્યો હોવાથી આગામી કલાકો બંગાળ અને દેશની રાજનીતિ માટે અત્યંત નિર્ણાયક સાબિત થશે.
(9:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
