<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd September 2026

મમતા બેનર્જીની જ્ઞાનેશ કુમારની ધરપકડ અને જૂની મતદારયાદી પરથી પુનઃમતદાનની માગ; એસઆઈઆર મુદ્દે ચૂંટણી પંચ સામે ગંભીર આરોપો

ચૂંટણી પંચ તરફથી ચૂંટણી પરિણામ ગેરકાયદેસર હોવાનું કોઈ સત્તાવાર સ્વીકાર કરવામાં આવ્યું નથી. પંચની અંદરના વાંધાના અહેવાલ બાદ વિવાદ વધુ ગરમાયો છે

કોલકાતા: તૃણમૂલ કોંગ્રેસના નેતા અને પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની ધરપકડ તથા તેમની સામે ફોજદારી કાર્યવાહી કરવાની માગ કરી છે. તેમણે દાવો કર્યો કે એસઆઈઆર પ્રક્રિયા બાદ યોજાયેલી પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ગેરરીતિ થઈ હતી અને એસઆઈઆર પહેલાંની મતદારયાદીના આધારે ફરી ચૂંટણી યોજવી જોઈએ. મમતાએ અન્ય રાજ્યોમાં પણ સમાન માગ ઉઠાવી છે. આ આરોપો મમતા બેનર્જીના રાજકીય દાવા છે; ચૂંટણી પંચ તરફથી ચૂંટણી પરિણામ ગેરકાયદેસર હોવાનું કોઈ સત્તાવાર સ્વીકાર કરવામાં આવ્યું નથી. પંચની અંદરના વાંધાના અહેવાલ બાદ વિવાદ વધુ ગરમાયો છે

(10:39 PM IST)