<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

ભાજપ બોમ્‍બ બ્‍લાસ્‍ટ કરવાનું કાવતરૂ ઘડી રહ્યું હોવાનો મમતા બેનર્જીનો ગંભીર આરોપ.

ચૂંટણીમાં અશાંતિ ફેલાવવા અને એનઆઈએને લાવવા ભાજપની યોજના હોવાનો બંગાળના મુખ્‍યમંત્રીનો સનસનીખેજ દાવો

કોલકત્તા તા.૧૭:  પશ્ચિમ બંગાળના મુખ્‍યમંત્રી મમતા બેનર્જીએ એક ચૂંટણી રેલીમાં ભારતીય જનતા પાર્ટી પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું છે કે તેઓ બંગાળ ચૂંટણી દરમિયાન બોમ્‍બ બ્‍લાસ્‍ટ કરાવવાની અને ત્‍યારબાદ એનઆઈએ દ્વારા તપાસ કરાવવાની યોજના બનાવી રહ્યા છે.

પヘમિ બંગાળના મુખ્‍યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીએ રાજ્‍યમાં ચાલી રહેલા ચૂંટણી માહોલ વચ્‍ચે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર આકરા પ્રહારો કર્યા છે.

એક જનસભાને સંબોધતા તેમણે ગંભીર આરોપ લગાવ્‍યો હતો કે બંગાળમાં શાંતિ ડહોળવા માટે ભાજપ બંગાળની ચૂંટણીઓ દરમિયાન બોમ્‍બ પ્‍લાન્‍ટ કરવાનું ષડયંત્ર રચી રહ્યું છે તેમણે વધુમાં દાવો કર્યો હતો કે આ કાવતરાના ભાગરૂપે બોમ્‍બ મૂક્‍યા બાદ રાષ્ટ્રીય તપાસ એજન્‍સી (એનઆઈએ)ને તપાસના બહાને રાજ્‍યમાં લાવવાની ભાજપની યોજના છે.

આ નિવેદનને કારણે રાજ્‍યના રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે અને શાસક પક્ષ તથા વિપક્ષ વચ્‍ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર વધુ તેજ બન્‍યો છે.

(10:24 AM IST)