<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

GSTમાં શો કોઝ નોટિસ પહેલાં પ્રી-નોટિસ આપવાનું ફરજિયાત

વેપારીને પોતાની વાત રજૂ કરવાનો, ભૂલ સુધારવાનો અને મોટો દંડ ભરવામાંથી બચી જવાનો એક સત્તાવાર મોકો મળશે

નવી દિલ્‍હીઃ તા.૩૦: ગુડ્‍સ એન્‍ડ સ વસ ટેક્‍સના કાયદા હેઠળ ટેક્‍સ અધિકારીઓ માટે હવે કોઈપણ વેપારીને સીધી શો કોઝ નોટિસ આપતા પહેલાં  પ્રી-શો કોઝ નોટિસ આપવાનું ફરજિયાત કરી દેવામાં આવ્‍યું છે. પ્રી કાન્‍ડ્‍ઝ નોટિસમાં ફોર્મ જીએસટી-ડીઆરસી-૦આઈએ આપીને વિગતો માગવાનું ફરજિયાત કરી દેવામાં આવ્‍યું છે.

આ નવી વ્‍યવસ્‍થાને કારણે વેપારીઓને મોટી રાહત આપશે. જૂની વ્‍યવસ્‍થામાં અધિકારીઓ તપાસ કે ઓડિટ પછી સીધી જ કડક કાયદાકીય નોટિસ અને દંડ ફટકારી દેતા હતા. પરિણામે વેપારીઓ પર અચાનક કાનૂની બોજ આવી જતો હતો. હવે આ પૂર્વ સૂચના ફરજિયાત મળતી થવાથી વેપારીને પોતાની વાત રજૂ કરવાનો, ભૂલ સુધારવાનો અને મોટો દંડ ભરવામાંથી બચવાનો એક સત્તાવાર મોકા મળશે. તેમની સામે કાનૂની કાર્યવાહી શરૂ થાય તે પહેલાં જ મોકો મળી જશે.

જીએસટી અધિકારીને તપાસ, ઓડિટ કે ચોપડાઓની ચકાસણી દરમિયાન એવું લાગે કે કોઈ વેપારીએ ટેક્‍સ ઓછો ભર્યા અથવા ભૂલથી વધુ ઇનપુટ ટેક્‍સ ક્રેડિટ છે મેળવી લીપી છે, ત્‍યારે અધિકારીઓ સીધા કોર્ટ કે કાયદાકીય કાર્યવાહી જેવા પગલાં લેવાને બદલે એક સંક્ષિપ્ત પત્ર કે સૂચના પત્ર મોકલશે. આ પત્રમાં વેપારીએ કેટલો ટેક્‍સ ભરવાનો બાકી નીકળે છે તેની -ાથમિક ગણતરી કરીને કેટલા મહિનાનો ટેક્‍સ ભરવાનો બાકી છે તે દર્શાવવામાં આવશે. તેના પર કેટલો દંડ અને વ્‍યાજ લાગુ પડશે તેની વિગતો પણ આપવી પડશે. તેની સાથે જ વેપારી પાસેથી આ રકમ કયા કારણોસર માંગવામાં આવી રહી છે તેનું સ્‍પષ્ટ સ્‍પષ્ટીકરણ પણ આપવામાં આવશે.

આ નવી પ્રક્રિયા કેવી રીતે કામ કરશે?

એક, પ્રાથમિક ગણતરીની જાણ થતાં સૌથી પહેલાં અધિકારી વેપારીને બાકી ટેક્‍સની ગણતરી સાથેનું પૂર્વ સૂચના પત્રક આપે છે. બે, સ્‍વૈચ્‍છિક ટેક્‍સ ભરપાઈની તક મળશે. વેપારી અધિકારીની ગણતરી સાથે સહમત હોય અને પોતાની ભૂલ સ્‍વીકારે, તો તે કોઈ પણ કાનૂની વિવાદમાં પડયા વિના જ બાકી ટેક્‍સ અને વ્‍યાજ ભરીને કેસ ત્‍યાં જ પૂરો કરી શકે છે. ત્રીજું.. પોતાનો પક્ષ રજૂ કરવાનો હક્ક મળશે. જો વેપારીને લાગે કે અધિકારીની ગણતરી ખોટી છે, તો તે નિર્ધારિત સમયમાં પોતાના પુરાવા અને દસ્‍તાવેજો સાથે લેખિતમાં ખુલાસો રજૂ કરી શકે છે.

કરદાતાઓ અને વેપારીઓને થનારા ફાયદા

ભારે દંડમાંથી મુક્‍તિથ જો વેપારી પૂર્વ સૂચના મળતાની સાથે જ બાકી નીકળતો ટેક્‍સ અને વ્‍યાજ ભરી દે છે, તો તેને કાયદા હેઠળ થતા અતિશય ભારે દંડમાંથી મુક્‍તિ મળી જાય છે. બીજું, વેપારીઓનેકોર્ટ કચેરીના લફરાંમાંથી છૂટકારો મળશે. લાંબી અપીલો, કોર્ટના ફેરા અને વકીલોના ખર્ચમાં પડડ્‍યા વિના પારસ્‍પરિક ચર્ચા દ્વારા મામલાનો સંતોષકારક ઉકેલ આવી જાય છે. ત્રીજું, અચાનક આવતી કડક કાનૂની નોટિસો અને દંડના ડર વગર વેપારીઓ પોતાના -રોજગાર પર પૂરેપૂરું ધ્‍યાન આપી શકે છે. સરકારી અધિકારીઓને ખાસ સૂચનાઓ આપતા સીબીઆઈસીએ જણાવ્‍યું છે કે સરકારે સીમા શુલ્‍ક બોર્ડ દ્વારા તમામ ટેક્‍સ અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી છે કે, ટેકનિકલ કે અજાણતા થયેલી ભૂલોના કિસ્‍સામાં સીધી આકરી નોટિસ આપવાને બદલે પહેલાં આ પૂર્વ સૂચના આપવી જ પડશે. આનો મુખ્‍ય હેતુ વેપારીઓ જાતે જ નીતિમતાથી ટેકસ ભરે તેવી સકારાત્‍મક સિસ્‍ટમ ઊભી કરવાનો છે.

(10:29 AM IST)