તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 26th October 2026
ડેન્ટિસ્ટના પ્રિસ્ક્રિપ્શનમાં નામ અને રજિસ્ટ્રેશન નંબર હોવા ફરજિયાત
નેશનલ ડેન્ટલ કમિશન દ્વારા પબ્લિક નોટિસ જાહેર : દર્દીઓની જાણકારી માટે ક્વોલિફિકેશન તેમજ ક્લિનિક એડ્રેસ સહિતની વિગતો પણ હોવી જોઈએ

નવી દિલ્હી તા.૨૬: એમબીબીએસ પ્રેક્ટિશનર ડોક્ટરોની જેમ ડેન્ટિસ્ટ માટે પણ પ્રિસ્ક્રિપ્શન માટેની એડવાઈઝરી જાહેર કરાઈ છે. નેશનલ ડેન્ટલ કમિશને જાહેર કરાયેલી પબ્લિક નોટિસ મુજબ દાંતના ડોક્ટરોએ એટલે કે ડેન્ટિસ્ટે પ્રિસ્ક્રિપ્શનમાં નામ, ક્લિનિકલ એડ્રેસ, રજિસ્ટ્રેશન નંબર તેમજ ક્વોલિફિકેશન ફરજીયાત લખવાના રહેશે અથવા તેની વિગતો સાથેનું પ્રિન્ટેડ પ્રિસ્ક્રિપ્શન હોવુ જોઈએ.
એમબીબીએસ-એમડી ડોક્ટરોના રેગ્યુલેશન્સ માટે જેમ નેશનલ મેડિકલ કમિશન છે તેવી જ રીતે દાંતના ડોક્ટરો એટલે કે ડેસ્ટ્સિ માટે નેશનલ ડેન્ટલ કમિશન છે. ડેન્ટલ કમિશને પ્રેક્ટિસ કરતા તમામ દાંતના ડોકટરો માટે પબ્લિક નોટિસ દ્વારા એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં ડોક્ટરો દ્વારા દર્દીઓને અપાતા પ્રિસ્ક્રિપ્શનમાં કઈ કઈ બાબતો ફરજીયાત હોવી જોઈએ તેને લઈને સૂચના અપાઈ છે.
આ મુજબ કમિશનની એડવાઈઝરી ડેન્ટિસ્ટના પ્રિસ્ક્રિપશનમાં જે તે રાજ્યની સ્ટેટ ડેન્ટલ કાઉન્સિલમાં નોંધાયા મુજબનું ડોક્ટરનું નામ, સ્ટેટ કાઉન્સિલે આપેલો રજિસ્ટ્રેશન નંબર, ડેન્ટલ ક્વોલિફિકેશન, ક્લિનિક કે પ્રેક્ટિસનું સરનામું (પિનકોડ સાથે), ઈમર્જન્સી કોન્ટેક્ટ નંબર તથા ડેન્ટિસ્ટની મેન્યુઅલી કે ડિજિટલ સિગ્નેચર હોવા જોઈએ.
જો પ્રિ પ્રિન્ટેડ પ્રિસ્ક્રિપ્શન ન હોય તો સ્ટેમ્પ ફરજીયાત રહેશે. તમામ ડેન્ટિસ્ટને કમિશને આ સાથે એ પણ સૂચના આપી છે કે ફાર્મા કંપનીઓ દ્વારા અપાતા સ્પોન્સર્ડ પેડ્સ કે પ્રિન્ટેડ પ્રિસ્ક્રિપ્શન ન હોવા જોઈએ.
(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
