<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th July 2026

માંગરોળમાં ૩ દિ'માં મોસમનો ૯૭ % વરસાદ વરસી ગયો!: ૪૦ ઇંચ

કેશોદમાં ૩૦ વર્ષમાં પ્રથમવાર સીઝનનો ત્રણ દિ'માં ૭૨.૭૧%, માળીયા હાટીનામાં ૬૮%, મેંદરડામાં ૪૦%, : જુનાગઢ શહેર ૩૮.૬૧%, માણાવદરમાં ૩૩% પાણી પડી ગયુઃ સોરઠની ધરાને ભીંજવી દેતા મેઘરાજા

રાજકોટ તા.૪: આ વખતે ચોમાસુ મોડુ પડયુ છે અને લોકો ચાતક નજરે વરસાદની રાહ જોઇ રહયા છે તેવામાં છેલ્લા ૮ દિ'થી સોૈરાષ્‍ટ્ર-ગુજરાતમાં ત્રુટક-ત્રુટક વરસાદ વરસી જાય છે. ત્‍યાં જ ચોમાસાની શરૂઆતમાં જુનાગઢ જીલ્લાના માંગરોળ શહેરમાં ત્રણ દિ'ની અંદર આખી મોસમનો ૯૭% વરસાદ પડી જતા સમગ્ર માંગરોળ શહેર પાણી-પાણી થઇ ગયુ છે.

એક અહેવાલ મુજબ માંગરોળમાં મેઘરાજાએ ગઇકાલે અભૂતપૂર્વ કહેર વરસાવ્‍યો છે. શુક્રવારે માત્ર બે કલાકમાં અંદાજે ૮ ઇંચ વરસાદ નોંધાતા સમગ્ર શહેર જળબંબાકાર બન્‍યું છે. સીઝનનો કુલ વરસાદ હવે આશરે ૪૦ ઇંચ સુધી પહોંચી ગયો છે. નીચાણવાળા વિસ્‍તારોમાં પાણી ભરાતા અનેક પરિવારોને સુરક્ષિત સ્‍થળે સ્‍થળાંતર કરવું પડ્‍યું છે. વહીવટી તંત્ર, પોલીસ, ફાયર અને બચાવ ટીમો સતત કામગીરીમાં જોડાઈ છે. તંત્ર દ્વારા લોકોને ઘરની બહાર ન નીકળવા, નદી-નાળા અને પાણી ભરાયેલા રસ્‍તાઓથી દૂર રહેવા તેમજ માત્ર અતિઆવશ્‍યક કામ હોય ત્‍યારે જ બહાર નીકળવા અપીલ કરવામાં આવી છે.

માંગરોળમાં મેઘરાજાએ વિકરાળ સ્‍વરૂપ ધારણ કર્યું છે. અતિભારે વરસાદને કારણે સમગ્ર શહેર જળબંબાકાર બન્‍યું છે. નીચાણવાળા વિસ્‍તારોના ઘરોના નીચલા માળમાં પાણી ઘૂસી જતાં જનજીવન અસ્‍તવ્‍યસ્‍ત બન્‍યું છે.

પરિસ્‍થિતિની ગંભીરતાને ધ્‍યાનમાં રાખીને જિલ્લા કલેક્‍ટર, NDRFની ટીમ અને સમગ્ર વહીવટી તંત્ર માંગરોળ પહોંચી બચાવ અને રાહત કામગીરીમાં જોડાયું છે. બીજી તરફ માંગરોળ-કેશોદ રોડ પર પાણી ફરી વળતાં વાહન વ્‍યવહાર સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્‍યો છે.

જરૂર પડે તો અસરગ્રસ્‍ત વિસ્‍તારોમાંથી લોકોને સ્‍થળાંતર કરવાની તૈયારી પણ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. જો વરસાદ ચાલુ રહેશે તો સ્‍થિતિ વધુ ગંભીર બનવાની આશંકા વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે.

દરમ્‍યાન છેલ્લે મળતા અહેવાલ મુજબ ગઇરાતે ૮:૩૦ વાગ્‍યે આ વરસાદ બંધ થયો છે. જે બુધવારે સવારથી ચાલુ થયો હતો અને ત્રણ દિ'માં ૧૦૦૭ મી.મી. વરસાદ પડી ગયો છે.

બીજી તરફ આ વખતે પણ સોરઠની ધરાને મેઘરાજાએ શરૂઆતમાં જ ભીંજવી દીધી છે. માંગરોળ પછી બીજા ક્રમે જોઇએ તો કેશોદમાં પણ મોસમનો કુલ ૭ર.૭૧ ટકા વરસાદ વરસી ગયો છે. આヘર્યની વાત તો એ છે કે, છેલ્લા ૩૦ વર્ષમાં કેશોદમાં એકધારો આટલો વરસાદ વરસ્‍યો નથી. ત્‍યાં આ વખતે વિક્રમ જનક ત્રણ દિ' માં આટલો વરસાદ પડી ગયો છે.

આ ઉપરાંત મેંદરડા ૪૦ ટકા, માણાવદર ૩૩ ટકા, ભેંસાણ ર૧.૮૬ ટકા, વંથલી ર૧.ર૪ ટકા, જુનાગઢ ગ્રામ્‍ય પંથક ૧૪ ટકા, માળીયા હાટીના ૬૮ ટકા, જુનાગઢ શહેર ૩૮.૬૧ ટકા, ત્‍થા વિસાવદરમાં ૧૦.ર૧ ટકા, વરસાદ મોસમનો સરેરાશ શરૂઆતમાં વરસી ગયો છે.

છેલ્લે જાણવા મળ્‍યા મુજબ આજે સવારથી માંગરોળમાં સ્‍થિતિ થાળે પડી રહી છે. બીજી તરફ નજીકમાં આવેલા હુસેની બાદ ગામની નદી ઉપરનો પુલ અડધેથી ધોવાઇ જતા કાંકરા દેખાઇ રહ્યા છે. 

(10:38 AM IST)