તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th July 2026
મન કી બાત: પીએમ મોદીએ કારગિલના અમર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને યુવાનોની અદ્ભુત સિદ્ધિઓની પ્રશંસા કરી
દેશના બહાદુર સૈનિકોના બલિદાનને યાદ કરવાની સાથે વિજ્ઞાન, રમતગમત અને રક્ષા ક્ષેત્રમાં ભારતીય યુવાઓની સફળતા અંગે કરી વિસ્તૃત ચર્ચા

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કારગિલ વિજય દિવસ નિમિત્તે 'મન કી બાત' સંબોધનમાં દેશના રક્ષાર્થે સર્વોચ્ચ બલિદાન આપનાર શહીદ સૈનિકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને યુવાનોની વિવિધ ક્ષેત્રોની સિદ્ધિઓને બિરદાવી હતી.
કારગિલના કઠોર હવામાન અને મુશ્કેલ શિખરો પર આપણા જવાનોએ દાખવેલી અદમ્ય બહાદુરીને યાદ કરતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે સૈનિકોની હિંમત કોઈપણ પડકાર કરતાં હંમેશાં મહાન રહી છે અને તેમનું બલિદાન અવિસ્મરણીય છે.
સંબોધનમાં આગળ વધતા પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિયાડ્સમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન અને ગણિત વિષયોમાં ભારતીય વિદ્યાર્થીઓએ જીતેલા સુવર્ણ તથા રજત ચંદ્રકોનો ઉલ્લેખ કરીને યુવા સંશોધકોની પ્રતિભાને બિરદાવી હતી.
અવકાશ અને રમતગમતના ક્ષેત્ર વિશે વાત કરતા તેમણે વિક્રમ-૧ રોકેટના સફળ પ્રક્ષેપણ, પીવી સિંધુના જાપાન ઓપન બેડમિન્ટન વિજય અને લંડનના લોર્ડ્સ ખાતે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઐતિહાસિક જીતને દેશ માટે ગર્વની ક્ષણો ગણાવી હતી.
દેશની સ્વદેશી સંરક્ષણ ક્ષમતાઓ પર ભાર મૂકતા તેમણે આઈએસ મહેન્દ્રગિરિ યુદ્ધ જહાજ, પિનાકા રોકેટ અને કુશા મિસાઇલના પરીક્ષણોનો ઉલ્લેખ કરી આત્મનિર્ભર ભારતની મજબૂત તાકાત અને વૈશ્વિક વિશ્વાસ પર પ્રકાશ પાડ્યો હતો.
આ પ્રસંગે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકથી દ્રાસ સુધી શરૂ થયેલી 'શૌર્ય વિજય યાત્રા' અને સંરક્ષણ ક્ષેત્રમાં થઈ રહેલા મોટા કરારો દ્વારા ભારતની વધતી વૈશ્વિક ભાગીદારી ભવિષ્યના વિકાસની નવી કેડીઓ કંડારશે..
(12:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
