<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

માર્કો રુબિયોનું કોલકાતામાં ‘શાહી' આગમનઃ દિલ્‍હી પહેલા બંગાળ પસંદ કરવા પાછળનું રહસ્‍ય અને ભારત-અમેરિકાના નવા સમીકરણો

આગ્રા, જયપુર અને દિલ્‍હીની લેશે મુલાકાતઃ ક્‍વાડ દેશોના સમ્‍મેલનમાં આપશે હાજરી : જ્‍યોર્જ વોશિંગ્‍ટન સમયના ઐતિહાસિક સંબંધોને ફરી જીવંત કરવા અને પヘમિ એશિયાના સળગતા પ્રશ્‍નો વચ્‍ચે ભારતની ‘શાંતિદૂત' ભૂમિકાને મજબૂત કરવા રુબિયોનો માસ્‍ટરપ્‍લાન

કોલકાતા, તા.૨૩: અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોની ભારત યાત્રા માત્ર રાજદ્વારી મુલાકાત નથી, પરંતુ એક વ્‍યૂહાત્‍મક સંકેત પણ છે. સામાન્‍ય રીતે વિદેશી મહેમાનો દિલ્‍હીથી પોતાની યાત્રા શરૂ કરતા હોય છે, પરંતુ રુબિયોએ કોલકાતાને પ્રથમ પસંદ કરીને સૌને ચોંકાવી દીધા છે. આ પસંદગી પાછળ ૧૭૯૨નો ઇતિહાસ છુપાયેલો છે, જ્‍યારે અમેરિકાના પ્રથમ રાષ્‍ટ્રપતિ જ્‍યોર્જ વોશિંગ્‍ટને કોલકાતામાં પ્રથમ અમેરિકન કોન્‍સ્‍યુલેટની સ્‍થાપના કરી હતી. રુબિયોની આ મુલાકાત એક દાયકા બાદ કોઈ અમેરિકી વિદેશ મંત્રીની બંગાળની ધરતી પરની પધરામણી છે, જે સ્‍પષ્ટ કરે છે કે અમેરિકા હવે ભારતના પૂર્વ રાજ્‍યો અને ઇન્‍ડો-પેસિફિક ક્ષેત્રમાં પヘમિ બંગાળના ભૌગોલિક મહત્‍વને નવેસરથી જોઈ રહ્યું છે.

રુબિયોની આ મુલાકાતનો સમય પણ અત્‍યંત સંવેદનશીલ છે. એક તરફ ઈરાનના વિદેશ મંત્રી તાજેતરમાં જ દિલ્‍હીની મુલાકાત લઈને ગયા છે, તો બીજી તરફ પ?મિ એશિયામાં યુદ્ધના વાદળો ઘેરાયેલા છે. આવી સ્‍થિતિમાં માર્કો રુબિયોનું ભારત આવવું એ ઈરાન-અમેરિકા વચ્‍ચે તણાવ ઓછો કરવા માટે ભારતની મદદ માંગવા સમાન હોઈ શકે છે. ૨૩ મે થી ૨૬ મે સુધીની આ યાત્રા દરમિયાન રુબિયો માત્ર રાજકીય બેઠકો જ નહીં, પરંતુ ભારતના સાંસ્‍કળતિક વારસા સમાન આગ્રા અને જયપુરની પણ મુલાકાત લેશે, જે દર્શાવે છે કે ટ્રમ્‍પ પ્રશાસન ભારત સાથેના સંબંધોને કેવળ વ્‍યાપારિક નહીં પણ ભાવનાત્‍મક અને સાંસ્‍કળતિક સ્‍તરે પણ મજબૂત કરવા માંગે છે.મુલાકાતનો સૌથી મહત્‍વનો પડાવ ૨૬ મે ના રોજ નવી દિલ્‍હીમાં યોજાનારી ક્‍વાડ દેશોના વિદેશ મંત્રીઓની બેઠક છે. આ બેઠકમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્‍ટ્રેલિયા સાથે મળીને ચીનના વધતા પ્રભાવને રોકવા અને ઇન્‍ડો-પેસિફિક ક્ષેત્રને મુક્‍ત રાખવા માટે મોટી રણનીતિ ઘડશે. વડાપ્રધાન મોદી અને એસ. જયશંકર સાથેની ઉચ્‍ચ સ્‍તરીય મંત્રણામાં સંરક્ષણ સોદા અને હાઈ-ટેક ટેકનોલોજીના આદાન-પ્રદાન પર મહોર લાગવાની પૂરેપૂરી શકયતા છે.

 

(11:55 AM IST)