તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd May 2026
માર્કેટનો ‘એક્સિડેન્ટ ઓફ ધ ડે’: ₹૮૦,૦૦૦ કરોડની ઓરોબિંદો ફાર્માનો શેર અચાનક કેમ કડડભૂસ થયો? જાણો અંદરની ખરી વાર્તા
ઉપરથી ફીટ પણ અંદરથી વીક: ચોથા ક્વાર્ટરમાં કંપનીની કમાણી અપેક્ષા કરતાં વધી પણ ઘટતા માર્જિન અને યુએસ બિઝનેસના નબળા આંકડાએ રોકાણકારોના હોશ ઉડાવ્યા

મુંબઈ, તા.૨૨: શેરબજારમાં શુક્રવારે તેજીનો માહોલ હોવા છતાં ફાર્મા સેક્ટરની દિગ્ગજ અને ₹૮૦,૦૦૦ કરોડનું માર્કેટ કેપ ધરાવતી કંપની ઓરોબિંદો ફાર્મા (Aurobindo Pharma) ના શેર માટે દિવસ મુશ્કેલીભર્યો સાબિત થયો છે. માર્ચ ક્વાર્ટરના પરિણામો જાહેર થયા બાદ કંપનીનો શેર બજારમાં ભારે દબાણ હેઠળ આવી ગયો હતો અને આજના ‘એક્સિડેન્ટ ઓફ ધ ડે’ સ્ટોક તરીકે ઉભર્યો હતો. પ્રથમ નજરે આંકડા મજબૂત દેખાતા હોવા છતાં, બજારે કંપનીની આંતરિક નબળાઈને પકડી પાડીને નફો બુક કરવાનું શરૂ કરી દીધું હતું.
નફો અને આવક વધ્યા, પણ અસલી ફટકો માર્જિન પર પડ્યો
નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ ના ચોથા ક્વાર્ટરમાં ઓરોબિંદો ફાર્માનો એકીકૃત ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે આશરે ૨% વધીને ₹૯૨૦.૮૪ કરોડ નોંધાયો છે, જે ગયા વર્ષે ₹૯૦૨.૮૩ કરોડ હતો. કંપનીની ઓપરેટિંગ આવક પણ ૫.૬% વધીને ₹૮,৮check૩.૩૪ કરોડ થઈ છે, જે બજારના અંદાજિત આંકડા (₹૮,૬૭૬ કરોડ) કરતાં ૪% વધુ છે. જો કે, અસલી આંચકો કંપનીના EBITDA પર લાગ્યો છે. કંપનીનો EBITDA ૫% ઘટીને ₹૧,૭૦૨.૭૩ કરોડ રહ્યો છે. તેનાથી પણ મોટી ચિંતા એ રહી કે કંપનીનું EBITDA માર્જિન ગયા વર્ષના ૨૧.૪% થી ઘટીને ૧૯.૨% પર આવી ગયું છે, જે બજારની ૧૯.૯% ની અપેક્ષા કરતાં ઘણું ઓછું છે.
ખર્ચનું વધતું દબાણ અને યુએસ માર્કેટમાંથી મોટો આંચકો
ફાર્મા સેક્ટરમાં માર્જિનને કંપનીની કાર્યકારી તાકાતનું પ્રતીક માનવામાં આવે છે. માર્જિનમાં આ ઘટાડો સ્પષ્ટ કરે છે કે કંપની પર હાલમાં મેન્યુફેક્ચરિંગ ખર્ચનું દબાણ ઘણું વધારે છે. આ ઉપરાંત, કંપની માટે સૌથી મહત્વપૂર્ણ ગણાતા અમેરિકન (US) બજારમાંથી ખૂબ જ નબળા સમાચાર આવ્યા છે. ચોથા ક્વાર્ટરમાં કંપનીનો યુએસ ફોર્મ્યુલેશન બિઝનેસ વાર્ષિક ધોરણે ૧૩% ઘટીને ₹૩,૫૪૩ કરોડ (આશરે $૧.૮ બિલિયન) થઈ ગયો છે, જેણે રોકાણકારોની ચિંતામાં મોટો વધારો કર્યો છે.
યુરોપિયન માર્કેટે ડૂબતી નૈયાને થોડો ટેકો આપ્યો
અમેરિકાની નબળાઈ વચ્ચે કંપનીના યુરોપિયન બિઝનેસે શાનદાર પ્રદર્શન કરીને થોડી રાહત આપી છે. યુરોપમાંથી કંપનીની આવક ૩૦.૨% ના તોતિંગ ઉછાળા સાથે ₹૨,૭૯૫ કરોડ પર પહોંચી ગઈ છે. આ સિવાય અન્ય ઉભરતા બજારોમાં પણ કંપનીની આવક ૨૪.૭% વધીને ₹૯.૮ બિલિયન થઈ છે. જો કે, બજારનું મુખ્ય ધ્યાન કંપનીના લાંબા ગાળાના ગ્રોથ એન્જિન ગણાતા યુએસ બિઝનેસ પર જ કેન્દ્રિત હોવાથી શેર પરથી દબાણ હટ્યું ન હતું.
બ્રોકરેજ હાઉસનું રેટિંગ અને ભવિષ્યનો રોડમેપ
પરિણામો બાદ વૈશ્વિક બ્રોકરેજ ફર્મ બર્નસ્ટીને ઓરોબિંદો ફાર્માના શેર પર "માર્કેટ પરફોર્મ" રેટિંગ સાથે ₹૧,૪૯૮ નો ટાર્ગેટ પ્રાઇસ આપ્યો છે. બ્રોકરેજ માને છે કે નજીકના ગાળામાં માર્જિનનું દબાણ ચાલુ રહી શકે છે. બીજી તરફ, કંપનીના મેનેજમેન્ટે ભવિષ્ય માટે સકારાત્મક આશાવાદ વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, ખર્ચમાં ઘટાડો અને પ્રોડક્ટ મિક્સમાં સુધારો કરીને નાણાકીય વર્ષ ૨૦૨૭ સુધીમાં EBITDA માર્જિન ફરીથી ૨૧% ની ઉપર લઈ જવામાં આવશે. મેનેજમેન્ટને આશા છે કે આગામી થોડા વર્ષોમાં તેમનો યુએસ ફોર્મ્યુલેશન બિઝનેસ $૨ બિલિયનના સ્તરને પાર કરી જશે. જો કે, તાજેતરના મહિનાઓમાં શેરમાં આવેલી મોટી તેજી બાદ વર્તમાન પરિણામોથી અસંતુષ્ટ થઈને ટ્રેડર્સે હાલ પૂરતી નફાખોરી સખત કરી દીધી છે.
(4:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
