તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 10th September 2026
મહારાષ્ટ્રમાં લગ્નનો ગંભીર પ્રશ્ન બન્યો સામાજિક કટોકટી: ૩૫ વય વટાવી ગયા છતાં યુવાનો અવિવાહિત રહેતા સોલાપુરમાં વરરાજાએ શરૂ કર્યું અનોખું આંદોલન!
સરકાર યુવાનોના લગ્ન માટે પોર્ટલ શરૂ કરે અને ₹ ૧ લાખની આર્થિક સબસિડી આપે; મોહોલ તાલુકાના યુવકે પાઘડી પહેરી જિલ્લા પરિષદ સમક્ષ કરી અનન્ય માંગ

સોલાપુર : મહારાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોમાં યુવાનોના લગ્નનો પ્રશ્ન હવે માત્ર વ્યક્તિગત સમસ્યા નહીં પરંતુ એક ગંભીર સામાજિક સમસ્યા બનીને ઉભરી આવ્યો છે. રાજ્યના અનેક ગામડાઓમાં યુવાનોની ઉંમર ૩૫ વર્ષ વટાવી જવા છતાં યોગ્ય જીવનસાથી ન મળવાને કારણે પરિવાર અને યુવાનોમાં નિરાશા વ્યાપી રહી છે. આ જ ગંભીર મુદ્દાને વાચા આપવા માટે સોલાપુર જિલ્લાના મોહોલ તાલુકાના કુરુલ ગામના એક યુવકે અનોખી ચળવળ છેડી છે, જેણે આખા રાજ્યનું ધ્યાન ખેંચ્યું છે.
શું છે લગ્ન ન થવા પાછળના મુખ્ય કારણો?
સામાજિક વિશ્લેષકોના મતે, ભૂતકાળમાં દીકરીઓના ગર્ભપાતની ઘટનાઓને કારણે લિંગ પ્રમાણમાં છોકરીઓની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે. બીજી તરફ, યુવતીઓ ઉચ્ચ શિક્ષિત અને નોકરિયાત બનતી હોવાથી તેમની અપેક્ષાઓ વધી છે અને તેઓ સરકારી નોકરી અથવા સ્થિર આવક ધરાવતા વરરાજાને પ્રાથમિકતા આપે છે. આ પરિસ્થિતિમાં ગ્રામીણ વિસ્તારોના બેરોજગાર કે સાધારણ ધંધો કરતા યુવાનો માટે લગ્ન કરવા અત્યંત મુશ્કેલ બન્યા છે, જેના કારણે લાખો યુવાનો કુંવારા રહેવા મજબૂર બન્યા છે.
વરરાજાની પાઘડી પહેરીને સોલાપુર જિલ્લા પરિષદ સામે વિરોધ
આ ગંભીર સમસ્યાના ઉકેલ માટે સરકારે સીધો હસ્તક્ષેપ કરવો જોઈએ તેવી માંગ સાથે કિસનદેવ નનવારે નામના યુવકે સોલાપુર જિલ્લા પરિષદની સામે અનોખું પ્રદર્શન શરૂ કર્યું છે. માથે વરરાજાની પાઘડી પહેરીને અને ડિજિટલ બોર્ડ લગાવીને તેમણે વિરોધ નોંધાવ્યો છે. તેમની મુખ્ય માંગણીઓ છે કે સરકારે મહારાષ્ટ્રમાં યુવાનો માટે એક સત્તાવાર સરકારી સર્વધર્મ લગ્ન નોંધણી પોર્ટલ શરૂ કરવું જોઈએ અને રાજ્યના યુવાનોના લગ્ન માટે સરકારે સીધી ૧ લાખ રૂપિયાની સબસિડી આપવી જોઈએ. આ અનોખા આંદોલને રાજકીય અને સામાજિક બેડામાં ભારે ચર્ચા જગાવી છે.
(7:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
