તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th July 2026
E-૨૦ પેટ્રોલ પુરાવતા જ મારુતિની લક્ઝરી કારનું એન્જિન ખોટકાયું: કોર્ટે કહ્યું - નવી કાર આપો અથવા રૂ.૨૦.૫૦ લાખ વ્યાજ સાથે પાછા આપો રાયપુર જિલ્લા ગ્રાહક કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
માનસિક હેરાનગતિ અને કાનૂની ખર્ચના વળતર સાથે ૪૫ દિવસમાં નવી E૨૦ કાર આપવાની કંપનીને કડક આદેશ

રાયપુર, તા.૧૬: બજારમાં આવી રહેલા આધુનિક અને પર્યાવરણ ઇંધણ (E-૨૦ પેટ્રોલ) ના યુગમાં વાહન ઉત્પાદક કંપનીઓની બેદરકારી સામે ગ્રાહક અદાલતે લાલ આંખ કરી છે. રાયપુર જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશને દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડને જોરદાર લપડાક મારતો એક સીમાચિホરૂપ ચુકાદો આપ્યો છે. કોર્ટે કંપનીને કડક આદેશ આપ્યો છે કે તેઓ ૪૫ દિવસની અંદર ફરિયાદી ગ્રાહકને સમાન મોડેલની બ્રાન્ડ ન્યૂ E-૨૦ ઇંધણ સુસંગત કાર પૂરી પાડે. જો કંપની નિર્ધારિત સમય મર્યાદામાં આ આદેશનું પાલન કરવામાં નિષ્ફળ જશે, તો તેણે ગ્રાહકને કારની પૂરેપૂરી કિંમત એટલે કે રૂ.૨૦,૫૦,૪૯૪ તાત્કાલિક પરત કરવા પડશે. આ આકરા ચુકાદાથી સમગ્ર ઓટોમોબાઈલ સેક્ટરમાં ખળભળાટ મચી ગયો છે.
ગ્રાહકે લાખો રૂપિયા ખર્ચીને ખરીદેલી પોતાની નવીનકોર મારુતિ કારમાં સરકારી નિયમો અનુસાર પેટ્રોલ પંપ પર મળતું E-૨૦ પેટ્રોલ પુરાવ્યું હતું. પરંતુ આ ઇંધણ વાપરતાની સાથે જ કારના એન્જિનમાં એક પછી એક ખામીઓ સર્જાવા લાગી, કાર વારંવાર બંધ પડી જતી અને એન્જિનમાંથી ભયાનક અવાજો સાથે મિસફાયરિંગ થતું હતું. ગ્રાહકે અનેકવાર અધિકળત સર્વિસ સેન્ટરના ધક્કા ખાધા હોવા છતાં કંપનીના એન્જિનિયરો આ ખામી સુધારી શકયા નહોતા. કોર્ટ સમક્ષ કંપનીએ બચાવ કર્યો હતો કે તેમનું વાહન E-૨૦ પેટ્રોલ માટે સક્ષમ જ હતું અને આ સમસ્યા સામાન્ય ઘસારાના કારણે હોઈ શકે છે, પરંતુ કોર્ટે આ દલીલને તદ્દન પાયાવિહોણી ગણાવી ફગાવી દીધી હતી.
આ કેસની સુનાવણી દરમિયાન કમિશને એક અત્યંત મહત્વપૂર્ણ અને ગ્રાહકલક્ષી અવલોકન કર્યું હતું કે, હાલમાં બજારમાં અનેક પેટ્રોલ પંપો પર ગ્રાહકો પાસે E-૨૦ પેટ્રોલ સિવાય અન્ય કોઈ ઇંધણ પુરાવવાનો વિકલ્પ જ બચ્યો નથી. આવી સ્થિતિમાં ટેકનોલોજીના બદલાવને કારણે ગ્રાહકોને થતા નાણાકીય અને માનસિક નુકસાન માટે સીધી રીતે કંપની જ જવાબદાર ઠરે છે. આથી જ જસ્ટિસ પેનલે માત્ર કાર બદલવાનો જ નહીં, પરંતુ ગ્રાહકને થયેલી અસહ્ય માનસિક હેરાનગતિ બદલ વધારાના રૂ.૧,૦૦,૦૦૦ અને કાનૂની લડાઈના ખર્ચ પેટે રૂ.૧૦,૦૦૦ વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો છે. આ ઐતિહાસિક ચુકાદો સાબિત કરે છે કે બદલાતા સમય સાથે જો કંપનીઓ પોતાની ટેકનોલોજી અપગ્રેડ નહીં કરે, તો તેમણે ભારે કિંમત ચૂકવવી પડશે.
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
