તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Saturday, 24th October 2026
આંધ્રપ્રદેશમાં પિકઅપમાં આગ બાદ ભયંકર બ્લાસ્ટ, 5 મજૂરોના મોત, સ્કૂલ જતી શિક્ષિકા પણ જીવતી ભૂંજાઈ
અલ્લુરી સીતારામરાજુ જિલ્લાના પિનાકોટા ગામમાં રોડ કન્સ્ટ્રક્શન સાઈટ પર ડીઝલ ભરતી વખતે સ્પાર્કથી આગ, જેલેટીન સ્ટીકમાં બ્લાસ્ટ થતાં મૃતદેહોના ટુકડા ઉડ્યા, ડમ્પર અને બાઈક બળીને ખાખ

અમરાવતી તા.24 : આંધ્રપ્રદેશના અલ્લુરી સીતારામરાજુ જિલ્લામાં આજે સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો છે. રોડ કન્સ્ટ્રક્શન સાઈટ પર પિકઅપ વાહનમાં ડીઝલ ભરતી વખતે આગ લાગ્યા બાદ જેલેટીન સ્ટીકના બ્લાસ્ટમાં 5 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા છે.
પોલીસ અધિક્ષક અમિત બરદારના જણાવ્યા અનુસાર આ ઘટના સવારે 8.30 વાગ્યાની આસપાસ અનંતગિરી મંડળના પિનાકોટા ગામમાં બની હતી. આ રોડ કન્સ્ટ્રક્શન સાઈટ મુખ્ય વિસ્તારથી લગભગ 100 કિલોમીટર દૂર જંગલ વિસ્તારમાં છે, જ્યાં ડીઝલ ડ્રમમાં લઈ જઈ વાહનોમાં ભરવામાં આવે છે.
કોન્ટ્રાક્ટરના બોલેરો પિકઅપ વાહનમાં ડીઝલ ભરતી વખતે સ્પાર્ક થતાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ જોતજોતામાં નજીકમાં ઉભેલા ડમ્પર ટ્રક અને એક ટુ-વ્હીલર સુધી પ્રસરી ગઈ હતી. સાઈટ પર રોડ પહોળો કરવા માટે રાખવામાં આવેલી જેલેટીન સ્ટીક પણ આગની ઝપેટમાં આવતા ભયંકર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે મૃતકોના શરીરના ટુકડા આસપાસ ઉડી ગયા હતા.
SPએ કહ્યું કે આ બ્લાસ્ટ નહોતો પરંતુ આકસ્મિક આગ હતી જેણે બાદમાં બ્લાસ્ટનું સ્વરૂપ લીધું.
મૃતકોમાં ત્રણ મજૂરો, એક ડ્રાઈવર અને એક સરકારી શાળાની શિક્ષિકાનો સમાવેશ થાય છે.
- સુનીતા - વિશાખાપટ્ટનમની રહેવાસી, પિનાકોટા વિસ્તારની મદ્દીરેબુ MPP સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હતી, સ્કૂલ જતી વખતે ઘટનાસ્થળે આવી ગઈ
- મણિ - દેવરાપલ્લીનો મજૂર
- નારાયણ રાવ - છીડાકાડાનો રહેવાસી
- પવન કુમાર - કડપાનો રહેવાસી
- એક ટિપર ટ્રક ડ્રાઈવર (ઓળખ બાકી)
ગૃહમંત્રી અનિતાએ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરી જિલ્લા કલેક્ટર અને SPને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર આપવા અને મૃતક પરિવારોને સહાય કરવા સૂચના આપી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.
(4:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
