News of Friday, 27th November 2026
થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં ઓઇલ રિફાઇનરીમાં પ્રચંડ વિસ્ફોટ બાદ ભીષણ આગઃ નવ વ્યક્તિ ઘાયલ, ત્રણની હાલત ગંભીર
,આસપાસના રહેવાસીઓનું સ્થળાંતર કરાવાયું

બેંગકોક, તા. ૨૬ : થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં આવેલી બાંગચાક ઓઇલ રિફાઇનરીમાં આજે વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળતાં નવ વ્યક્તિ ઘાયલ થઈ છે. ઘાયલો પૈકી ત્રણની હાલત ગંભીર હોવાનું સત્તાવાળાઓએ જણાવ્યું છે.
આ ઘટનાને પગલે સલામતીના કારણોસર આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને થોડા સમય માટે સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.
આંતરરાષ્ટ્રીય સ્તરે મધ્યપૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે પેટ્રોલિયમ પુરવઠા અંગે ચિંતા પ્રવર્તી રહી છે ત્યારે થાઇલેન્ડની રિફાઇનરીમાં બનેલી આ ઘટના પણ ધ્યાન ખેંચનારી બની છે. વિસ્ફોટનું ચોક્કસ કારણ અને રિફાઇનરીને થયેલા નુકસાન અંગે વિસ્તૃત સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે.
(12:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
