તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd May 2026
થાઈલેન્ડના પ્રખ્યાત પર્યટન સ્થળ પટ્ટાણી હોટેલમાં ભીષણ આગ: અનેક પ્રવાસીઓ ફસાયા હોવાની આશંકા
ઘણા લોકો ધુમાડો શ્વાસમાં જવાને કારણે પ્રભાવિત અને ગૂંગળામણનો ભોગ બન્યા: આગ પર આંશિક કાબૂ આજે પટ્ટાણીમાં પવન ફૂંકાતો હોવાને કારણે આગ વધુ ઝડપથી ફેલાઈ

પટ્ટાણી (થાઈલેન્ડ): થાઈલેન્ડના પ્રવાસીઓમાં અત્યંત લોકપ્રિય એવા પટ્ટાણી શહેરમાં આવેલી એક હોટેલમાં ભીષણ આગ ફાટી નીકળી છે, જેમાં કેટલાક લોકો અંદર ફસાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, પટ્ટાણીમાં આવેલી 'જેએ પ્લસ હોટેલ'ના બિલ્ડિંગમાં આ અકસ્માત સર્જાયો છે. સોશિયલ મીડિયા પર અને 'ફાયર એન્ડ રેસ્ક્યુ થાઈલેન્ડ' દ્વારા શેર કરવામાં આવેલા વીડિયો અને તસવીરોમાં હોટેલના બિલ્ડિંગની અંદર આગની ભયાનક જ્વાળાઓ દેખાઈ રહી છે. આગ પ્રાથમિક દ્રષ્ટિએ હોટેલના ઉપરના ભાગમાં એટલે કે રૂફટોપ (ધાબા) વિસ્તારમાં લાગી હોવાનું માલૂમ પડી રહ્યું છે અને ત્યારબાદ તે નીચેના રૂમો સુધી પણ ફેલાઈ ગઈ હતી.
ફાયર સર્વિસના જણાવ્યા અનુસાર, હોટેલના બિલ્ડિંગમાં ઘણા લોકો ફસાયા હતા, જેમને બહાર કાઢવા માટે ફાયર ફાઈટર્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ઇમરજન્સી સેવાઓના અધિકારીઓએ જણાવ્યું કે હોટેલ બિલ્ડિંગમાંથી મોટી સંખ્યામાં પર્યટકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે, પરંતુ હજુ પણ કેટલા લોકો અંદર ફસાયેલા છે તેની ચોક્કસ સંખ્યા જાણી શકાઈ નથી.
આ દુર્ઘટનામાં ઘણા લોકો ધુમાડો શ્વાસમાં જવાને કારણે પ્રભાવિત થયા છે અને તેઓ ગૂંગળામણનો ભોગ બન્યા છે. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર આંશિક કાબૂ મેળવી લીધો છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આજે પટ્ટાણીમાં પવન ખૂબ જ ઝડપી હોવાને કારણે આગ વધુ ઝડપથી ફેલાઈ હોવાની શક્યતા છે. આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. અકસ્માતને પગલે લોકો સોશિયલ મીડિયા પર પ્રવાસીઓ અને ફાયર ફાઈટર્સની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યા છે.
(1:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
