<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st May 2026

જમ્મુ કાશ્મીરના ઉધમપુરના ચબૂતરા બજારમાં હાર્ડવેરની દુકાનમાં ભીષણ આગ : અફરાતફરી

ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ ડિપાર્ટમેન્ટની ટીમો ફાયર ફાઇટીંગ વાહનો સાથે ઘટનાસ્થળે દોડી ગઈ

જમ્મુ-કાશ્મીરના ઉધમપુરના ચબૂતરા બજાર વિસ્તારમાં આવેલી એક હાર્ડવેરની દુકાનના ત્રીજા માળે અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ ડિપાર્ટમેન્ટની ટીમો ફાયર ફાઇટીંગ વાહનો સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગને કાબૂમાં લેવા માટે વ્યાપક ઓપરેશન શરૂ કર્યું હતું. આગની તીવ્રતાને જોતાં ભારતીય સેનાની ખાસ ફાયર ફાઇટીંગ ટીમો સહિત ૮ થી વધુ ફાયર ટેન્ડરોને કામગીરીમાં જોડવામાં આવ્યા છે. સંયુક્ત ઇમરજન્સી ટીમો દ્વારા આસપાસની રહેણાંક અને વ્યાપારી ઇમારતોમાં આગ ફેલાતી અટકાવવા માટે હાલ યુદ્ધના ધોરણે સઘન પ્રયાસો ચાલુ છે, જ્યારે ઘટનાને પગલે બજારમાં સ્થાનિક લોકોના મોટા ટોળા એકઠા થયા છે.

(12:11 AM IST)