તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th November 2026
શ્રીનગરમાં મધરાતે ભીષણ અગ્નિકાંડ : ૮૦ જેટલા ઝૂંપડાં ખાક, ભંગાર વીણતા બે લોકો જીવતા ભડથું
મૃતકોમાં ૧૬ વર્ષનો કિશોર પણ સામેલ : તાડપત્રી અને લાકડાનાં રહેઠાણોમાં આગ ફેલાતાં અફરાતફરી : મરઘાં ઉછેર કેન્દ્ર અને ટ્રકને પણ નુકસાન

જમ્મુ, તા. ૪ : શ્રીનગરના બેમિના વિસ્તારના દુર્બલ ખાતે મધરાતે લાગેલી ભીષણ આગમાં આશરે ૮૦ જેટલાં કામચલાઉ રહેઠાણો બળીને ખાક થઈ ગયાં હતાં. આ દુર્ઘટનામાં ભંગાર વીણવાનું કામ કરતા બે લોકોનાં મોત નીપજ્યાં છે. મૃતકોમાં ૧૬ વર્ષના કિશોરનો પણ સમાવેશ થાય છે.
તાડપત્રી અને લાકડામાંથી બનાવવામાં આવેલાં કામચલાઉ રહેઠાણોમાં આગ ઝડપથી પ્રસરી ગઈ હતી. આગની ચપેટમાં ખાલી પડેલું મરઘાં ઉછેર કેન્દ્ર અને એક ટીપર ટ્રક પણ આવ્યાં હતાં. ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં જ આગ મોટા વિસ્તારમાં ફેલાઈ ચૂકી હતી.
ભારે જહેમત બાદ આગ કાબૂમાં લેવાતાં કાટમાળમાંથી બે મૃતદેહ મળી આવ્યા હતા. મૃતકોની ઓળખ મોહમ્મદ નૂર આલમ (ઉં.વ. ૨૭), પિતા અબ્દુલ વહાબ તથા અલ અમીન (ઉં.વ. ૧૬), પિતા મોહમ્મદ રફી તરીકે થઈ છે. બંને મૂળ દિલ્હીના રહેવાસી હતા. બંને ભંગાર એકત્ર કરવાનું કામ કરતા હતા.
(12:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
