<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 24th May 2026

રશિયાના નૌકાદળના અભેદ્ય કિલ્લા પર યુક્રેનનો પ્રચંડ મિસાઈલ હુમલો: પુતિનનો પિત્તો ગયો, કિવને નકશામાંથી ભૂંસી નાખવા રશિયન સેનાને આપ્યું છેલ્લું અલ્ટીમેટમ

નોવોરોસિયસ્ક નેવલ બેઝ પર યુક્રેનની બ્રિગેડે મોટો એટેક કરી એડમિરલ એસેન યુદ્ધજહાજને ફૂંકી માર્યું: ક્રેમલિનના આદેશથી રશિયન પરમાણુ દળો હાઈ-alert પર મુકાતાં પરમાણુ યુદ્ધના એંધાણ

મોસ્કો: છેલ્લા ચાર વર્ષથી સતત ચાલી રહેલા રશિયા-યુક્રેન મહાયુદ્ધે હવે અત્યંત ભયાનક અને વિનાશક સ્વરૂપ ધારણ કરી લીધું છે, જેના કારણે વૈશ્વિક સ્તરે ત્રીજા વિશ્વયુદ્ધના ભયના વાદળો ઘેરાવા લાગ્યા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીના સૈન્યએ રશિયાની ભૌગોલિક સરહદની અંદર ઘૂસીને તેના સૌથી સુરક્ષિત અને અતિ મહત્વપૂર્ણ ગણાતા નોવોરોસિયસ્ક નેવલ બેઝ (Novorossiysk Naval Base) પર અત્યાર સુધીનો સૌથી મોટો આત્મઘાતી મિસાઈલ અને ડ્રોન હુમલો કર્યો છે. આ ભીષણ ઓપરેશનમાં રશિયાના ગૌરવ સમાન ‘એડમિરલ એસેન ફ્રિગેટ’ અને અદભુત મારક ક્ષમતા ધરાવતા ‘બોરા-સિરીઝ’ મિસાઇલ હોવરક્રાફ્ટ યુદ્ધજહાજને સીધું નિશાન બનાવીને તોડી પાડવામાં આવ્યા છે. યુક્રેનની આ હિમાકત અને ઉદ્ધતાઈથી લાલચોળ થયેલા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આને રશિયાના સાર્વભૌમત્વ પર સીધો પ્રહાર ગણાવીને પોતાની સેનાને કિવ (Kyiv) પર પલટવાર કરવા અને યુક્રેનને પાઠ ભણાવવા માટે તમામ સૈન્ય વિકલ્પો તેમજ પરમાણુ હુમલાની બ્લુપ્રિન્ટ તૈયાર કરવાનો કડક આદેશ આપી દીધો છે.
યુક્રેનિયન નેશનલ ન્યૂઝ મીડિયાના સત્તાવાર અહેવાલો અને આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકી નૌકાદળ (US Navy) દ્વારા બહાર પાડવામાં આવેલા સંયુક્ત નિવેદન અનુસાર, યુક્રેનની બહાદુર ‘૪૧૪મી મદ્યારની બર્ડ્સ બ્રિગેડ’ ની ‘૯મી કૈરોસ બટાલિયને’ આ અત્યંત ગુપ્ત અને હાઈટેક ઓપરેશનને અંજામ આપ્યો છે. સાયબર અને સેટેલાઇટ લોકેશન ટ્રેકિંગના આધારે બટાલિયને રશિયન યુનિયનના ક્રાસ્નોદર ક્રાઇમાં આવેલા નોવોરોસિયસ્ક નૌકાદળ મથક નજીક ઉભેલા સપાટી પરના લક્ષ્યોને તોડી પાડવા માટેના અત્યાધુનિક ‘પ્રોજેક્ટ ૧૨૩૯ હોવરક્રાફ્ટ મિસાઇલ કેરિયર’ પર એકસાથે અનેક મિસાઇલો દાગી હતી. આ પ્રકારના રશિયન હાઇ-સ્પીડ જહાજો યુદ્ધના સમયે દરિયાઈ સરહદોનું પેટ્રોલિંગ કરવા, સૈન્ય કાફલાઓને લોખંડી સુરક્ષા પૂરી પાડવા અને દુશ્મનના દરિયાઈ મથકો પર મિસાઈલ છોડવા માટે ડિઝાઇન કરાયેલા હતા, જે હવે સંપૂર્ણપણે નષ્ટ થઈ જતાં રશિયાને અબજો ડોલરનું વ્યૂહાત્મક નુકસાન વેઠવું પડ્યું છે.
બીજી તરફ, રશિયન રક્ષામંત્રાલયે આ હુમલાનો સ્વીકાર કરતા દાવો કર્યો છે કે સ્ટારોબેલ્સ્ક વિસ્તારમાં આવેલી એક મોટી સૈન્ય હોસ્ટેલ અને રહેણાંક ઈમારતો પર યુક્રેનના ચક્કર લગાવતા આત્મઘાતી ડ્રોન ત્રાટકવાના કારણે આસપાસની સરકારી અસ્કયામતોને વ્યાપક અને ક્યારેય ન ભરાય તેવું મોટું નુકસાન થયું છે. આ આકસ્મિક કટોકટી બાદ રશિયાના વિદેશ મંત્રાલયે નાટો (NATO) અને પશ્ચિમી દેશોને પણ ગંભીર પરિણામો ભોગવવાની ખુલ્લી ધમકી આપી છે કે જો યુક્રેનને હથિયારો સપ્લાય કરવાનું બંધ નહીં કરાય તો ક્રેમલિન કોઈપણ હદ પાર કરી શકે છે. હુમલા બાદ તુરંત જ રશિયન વાયુસેનાએ યુક્રેનની સરહદો નજીક પોતાના લાંબી નિકાશના સુખોઈ અને ટપલોવ પરમાણુ બોમ્બર્સ વાહનો તૈનાત કરી દીધા છે અને આગામી ૨૪ કલાકમાં યુક્રેનના મુખ્ય ઉર્જા મથકો અને સરકારી ભવનો પર અત્યાર સુધીનો સૌથી ઘાતક અને લોહિયાળ પલટવાર થાય તેવી સંભાવનાઓથી યુરોપ ધ્રૂજી ઉઠ્યું છે.

(11:51 AM IST)