હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગિફ્ટ સિટીને વૈશ્વિક ફાઇનાન્સિયલ હબ બનાવવા માસ્ટર પ્લાન પર ચર્ચા : દેશમાં નવી ટેકનોલોજી અને ટેલેન્ટને પ્રોત્સાહન મળશે
ગિફ્ટ સિટીના નિર્માણ અને તેના સર્વાંગી વિકાસની સમીક્ષા માટે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક

ગાંધીનગર ખાતે આવેલા ગિફ્ટ સિટીના નિર્માણ અને તેના સર્વાંગી વિકાસની સમીક્ષા માટે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાંક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને પ્રધાનમંત્રીના અગ્ર સચિવ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગિફ્ટ સિટીને માત્ર ભારતનું જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરનું ફાઇનાન્સિયલ-બિઝનેસ હબ બનાવવાની દિશામાં ચાલી રહેલા કામોની વિગતો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
નાણામંત્રીએ પ્રોજેક્ટની પ્રગતિ પર સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગિફ્ટ સિટી ભારત માટે નવી ટેકનોલોજી, ટેલેન્ટ અને આર્થિક વિકાસની નવી તકોનું પ્રવેશદ્વાર સાબિત થશે. આગામી સમયમાં અહીં વધુમાં વધુ આંતરરાષ્ટ્રીય કંપનીઓને આકર્ષવા અને આર્થિક ગતિવિધિઓને વેગ આપવા માટે વિવિધ નીતિગત નિર્ણયો લેવામાં આવ્યા છે. ગિફ્ટ સિટીના માધ્યમથી દેશના આર્થિક માળખાને મજબૂત બનાવવાની વડાપ્રધાનની નેમ પૂરી કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સંયુક્ત પ્રયાસો કરી રહી છે. આ બેઠકમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફાઇનાન્સિયલ સર્વિસિસ અને કનેક્ટિવિટી વધારવા બાબતે પણ ભાર મૂકવામાં આવ્યો હતો









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
