તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 16th May 2026
પકડાઇ ગયો NEET પેપર લીંકનો માસ્ટરમાઇન્ડઃ વિદ્યાર્થીઓ પાસેથી લીધા લાખો રૂપિયા
CBI તપાસમાં ખુલ્યા રાઝ..આરોપીએ પરીક્ષા પહેલાં વિદ્યાર્થીઓ સુધી પ્રશ્નો અને તેના જવાબો પહોંચાડવાનું કામ કર્યું હતું

નવી દિલ્હી તા.૧૬: દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG પેપર લીક મામલે હવે તપાસ ઝડપથી આગળ વધી રહી છે. લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલા આ કેસમાં CBIએ એક એવા આરોપીની ધરપકડ કરી છે, જેને આ આખા કૌભાંડનો માસ્ટરમાઇન્ડ (મુખ્ય સૂત્રધાર) માનવામાં આવી રહ્યો છે. CBI નીતપાસમાં ખુલ્યા રાઝ..આરોપીએ પરીક્ષા પહેલાં વિદ્યાર્થીઓ સુધી પ્રશ્નો અને તેના જવાબો પહોંચાડવાનું કામ કર્યું હતું
પકડાઇ ગયો ફચ્ચ્વ્ પેપર લીકનો માસ્ટરમાઇન્ડઃ વિદ્યાર્થીઓ પાસેથી લીધા લાખો રૂપિયા જણાવ્યા મુજબ, આ આરોપી એક કેમિસ્ટ્રી (રસાયણ વિજ્ઞાન)નો શિક્ષક છે, જેનો સીધો સંબંધ પરીક્ષાની પ્રક્રિયા સાથે જોડાયેલો હતો. તપાસ એજન્સીનો દાવો છે કે આ જ આરોપીએ પરીક્ષા પહેલાં વિદ્યાર્થીઓ સુધી પ્રશ્નો અને તેના જવાબો પહોંચાડવાનું કામ કર્યું હતું. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (ઘ્ગ્ત્) દ્વારા જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે, તેનું નામ પી.વી. કુલકર્ણી છે. તે મૂળ મહારાષ્ટ્રના લાતુરનો રહેવાસી છે, પરંતુ પુણેમાં કામ કરતો હતો અને ત્યાંથી જ તેની ધરપકડ કરવામાં આવી છે. ઘ્ગ્ત્ નાજણાવ્યા અનુસાર, કુલકર્ણી મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામ (પ્રવેશ પરીક્ષા)ની પ્રક્રિયામાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી (ફવ્ખ્) સાથે જોડાયેલો હતો. આ જ કારણે તેને ફચ્ચ્વ્-શ્ઞ્ ૨૦૨૬ ના પ્રશ્નપત્રો સુધી પહોંચ મળી હતી. જો કે, એજન્સીએ તેના પદ કે જવાબદારી અંગે વધુ માહિતી જાહેર કરી નથી. ઘ્ગ્ત્ નાજણાવ્યા મુજબ, કુલકર્ણીએ તેની એક સાથીદાર મનીષા વાઘમારે સાથે મળીને એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં જ વિદ્યાર્થીઓનું એક ગ્રુપ (જૂથ) તૈયાર કર્યું હતું અને પુણેમાં આવેલા પોતાના ઘરે જ તેમના માટે સ્પેશિયલ કોચિંગ ક્લાસ શરૂ કરી દીધા હતા. કુલકર્ણીએ પોતાના ઘરે બોલાવેલા વિદ્યાર્થીઓને કેમિસ્ટ્રીના પ્રશ્નો, તેના ઓપ્શન્સ (વિકલ્પો) અને સાચા જવાબો બોલી-બોલીને લખાવ્યા (ડિક્ટેટ કરાવ્યા) હતા. વિદ્યાર્થીઓએ આ પ્રશ્નો પોતાની નોટબુકમાં હાથેથી લખ્યા હતા
(3:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
