<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th May 2026

૨૮ મી મે નેપાળ માટે ઐતિહાસિક દિવસ

૨૮ મી એ નેપાળ બન્‍યું હતું ગણ રાજય :નેપાળ માં આશરે ૨૪૦ વર્ષ રહી રાજાશાહીઃ૨૦૦૧માં નેપાળ ના રાજપરિવાર માં થયો હતો ગોઝારો હત્‍યાકાંડઃવર્ષ ૨૦૦૫ માં રાજા ગ્‍યાનેન્‍દ્રએ સીધી સત્તા સંભાળીઃ૨૦૦૬માં થયું જંગી ‘‘જન આંદોલન''૨૦૦૮ની બંધારણસભા ચૂંટણી માં એકસુરે રાજાશાહી નકારી

(જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપીઃ તા.ર૮, આજે ૨૮ મે છે અને આ દિવસ નેપાળ માટે ઐતિહાસિક દિવસ મનાય છે, નેપાળે  ૨૮ મે ૨૦૦૮ ના રોજ સદીઓ જૂની રાજાશાહી સમાપ્ત કરીને પોતાને ‘‘ ફેડરલ ડેમોક્રેટિક રિપબ્‍લિક'' જાહેર કર્યું હતું, આ ઘટના દક્ષિણ એશિયાના ઇતિહાસમાં એક મોટો રાજકીય ફેરફાર માનવામાં આવે છે, આ અગાઉ નેપાળ માં રાજાશાહી હતી, આવો આપણે પ્રથમ અહીં ના રાજાશાહી ના ઇતિહાસ ને જોઈએ.

 નેપાળ માં પ્રથમ શાહ વંશનું શાસન હતું પૃથ્‍વી નારાયણ શાહ એ  ૧૭૬૮ માં આધુનિક નેપાળ નું એકીકરણ કર્યું અને ત્‍યારથી શાહ વંશનું શાસન શરૂ થયું. લગભગ ૨૪૦ વર્ષ સુધી નેપાળમાં રાજાશાહી રહી, રાજા નેપાળના સર્વોચ્‍ચ શાસક ગણાતા હતા, પરંતુ લોક્‍શાહી માટે જનતાની માંગ ઉઠવા લાગી, રાજાશાહી વિરુદ્ધ અસંતોષ વધવા લાગ્‍યો, વર્ષ ૧૯૯૦ પછી નેપાળમાં લોકશાહી માટે મોટું આંદોલન શરૂ થયું, અને જેમાં રાજાશાહી નું પ્રભાવ દ્યટાડીને બંધારણીય રાજાશાહી બનાવવામાં આવી.

 જોકે વર્ષ ૧૯૯૬ થી ૨૦૦૬ દરમ્‍યાન માઓવાદી ગૃહયુદ્ધ રહ્યું અહીંની કોમ્‍યુનિસ્‍ટ પાર્ટી ઓફ નેપાળ એ એ રાજાશાહી વિરુદ્ધ સશષા આંદોલન શરૂ કર્યું, એની પાછળ કારણો પણ હતા, મુખ્‍યત્‍વે તો ગરીબી, અસમાનતા અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વિકાસ નો અભાવ જેવા કારણો ને પગલે રાજાશાહી વિરુદ્ધ અસંતોષ ફાટી નીકળ્‍યું હતું, આ ગૃહ યુદ્ધ માં હજજારો લોકો ના મોત થયા હોવાનું કહેવાય છે.

એવામાં વર્ષ ૨૦૦૧માં રાજ પરિવાર માં સર્જાયો ભયાનક  હત્‍યાકાંડ જેમાં રાજા બિરેન્‍દર ઓફ નેપાળ, તેમના રાણી અને રાજપરિવાર ના અનેક સભ્‍યો માર્યા ગયા,ત્‍યારબાદ ગ્‍યાનેન્‍દ્ર ઓફ નેપાળ રાજા બન્‍યા, આ ઘટનાએ રાજાશાહી પર લોકોનો વિશ્વાસ ઘટાડ્‍યો.

વર્ષ ૨૦૦૫-૦૬ માં આવ્‍યું મોટું રાજકીય સંકટ, રાજા ગ્‍યાનેન્‍દ્રએ સીધી સત્તા સંભાળીસંસદ ભંગ કરીને સીધું શાસન શરૂ કર્યું, તેના વિરોધમાં રાજકીય પક્ષો,વિદ્યાર્થીઓ, સામાન્‍ય જનતા અને માઓવાદીઓ એક થઈ ગયા, અને શરૂ થયું જનઆંદોલન.વર્ષ ૨૦૦૬ ના આ ‘‘જન આંદોલન'' માં લાખો લોકો રસ્‍તા પર ઉતર્યા અને લોકશાહી પુનઃસ્‍થાપિત કરવાની માંગ કરી, રાજાશાહીનો વિરોધ કર્યો, આખરે દબાણ વધતાં રાજાએ સત્તા છોડવી પડી. ત્‍યારે ફરી સવાલ થાય કે તો નેપાળ ગણરાજય કેવી રીતે બન્‍યું...??

એપ્રિલ ૨૦૦૮ માં બંધારણસભા માટે ચૂંટણી થઈ, આ સભાનું મુખ્‍ય કામ હતું,નવું બંધારણ બનાવવું, દેશની રાજકીય વ્‍યવસ્‍થા નક્કી કરવી અને આખરે એ દિવસ આવ્‍યો.૨૮ મે ૨૦૦૮ -નેપાળ માટે ઐતિહાસિક દિવસ૨૮ મે ૨૦૦૮ ના રોજ ૬૦૧ સભ્‍યોની બંધારણસભાએ મતદાન કર્યું,૫૬૦ સભ્‍યોએ રાજાશાહી સમાપ્ત કરવા મત આપ્‍યો માત્ર ૪ સભ્‍યોએ વિરોધ કર્યો.

ત્‍યારબાદ રાજાશાહી સમાપ્ત થઈ અને નેપાળ ‘‘ફેડરલ ડેમોક્રેટિક રિપબ્‍લિક'' બન્‍યું

રાજા ગ્‍યાનેન્‍દ્રને મહેલ છોડવો પડ્‍યો, રામ બરન યાદવ ને નેપાળના પ્રથમ રાષ્ટ્રપતિ બનાવાયા,વર્ષ ૨૦૧૫ માં નેપાળે નવું બંધારણ સ્‍વીકાર્યું અને સંદ્યીય લોકશાહી વ્‍યવસ્‍થા અમલમાં આવી.પરંતુ દેશ માં આર્થીક સમસ્‍યા ઓ, રાજકિય અસ્‍થિરતા, ભ્રષ્ટાચાર જેવા કારણો ને પગલે ગયા વર્ષે ફરી રાજાશાહી સમર્થક પ્રદર્શનો જોવા મળ્‍યા હતા.... આમ છતાર ૨૮ મી મે નેપાળ માટે ઐતિહાસિક દિવસ મનાય છે.નેપાળ ના મહત્‍વપૂર્ણ વ્‍યક્‍તિઓ ને જોઈએ તો, નેપાળના છેલ્લાં રાજા ગ્‍યાનેન્‍દ્ર ઓફ નેપાળ‘‘પ્રચંડ'' તરીકે જાણીતા માઓવાદી નેતા પુષ્‍પા કમલ દહાલ  લોકશાહી આંદોલનના મુખ્‍ય નેતા ગિરિજા પ્રસાદ કોઈરાલા નેપાળ ના પ્રથમ રાષ્ટ્રપતિ રામ બરન યાદવ તમામ નેપાળ વાસીઓ ને ર૮ મી મે ની ખુબ ખુબ શુભકામનાઓ....

 

(3:50 PM IST)