News of Friday, 18th September 2026
ગુરૂની છબી-ચિત્ર આપણને સતત સાવધાન કરે છે : પૂ.મોરારીબાપુ
ઉતરપ્રદેશના અગ્રવન-આગ્રામાં ‘માનસ ઋષિપંચમી' શ્રીરામકથાનો લાભ લેતા ભાવિકો

રાજકોટ, તા. ૧૮: પૂ. મોરારીબાપુએ ઉતર પ્રદેશની અધ્યાત્મિક અને ઐતિહાસિક ભૂમિ અળુવન (આગ્રા)ના, યમુના મહીરાણીના પરમ પવિત્ર પ્રવાહની સાક્ષીએ, સ્વાન્તઃ સુખાય પ્રવાહિત થઇ રહેલી રામકથા ‘માનસ ઋષિપંચમી' ગઇ કાલે ત્રીજા ચરણમાં પહોંચી હતી. કથાનો ‘પરમ પ્રેમ મય સંવાદ' ને આગળ થપાવતા કહયું હતું કે - નિમિત માત્ર મનોરથી કરૂણાનિધાન પરિવાર (લલિતભાઇ) દ્વારા યોજાયેલ આ રામકથામાં આપણે ‘ઋષિપંચમી' એ વિષયને કેન્દ્રમાં રાખીને સંવાદ કરી રહયા છીએ ત્યારે આપ સૌને વારંવાર-વારંવાર વિનંતી કરૂં છું કે ઋષિ-મુનિ વચ્ચે કોણ શ્રેષ્ઠ ? કોણ નાનું-મોટું એવા ભેદ ન જોશો. એ બન્ને એક જ છે, ખુબજ.. એને અલગ ન સમજો. એ ખાસ ધ્યાનમાં રાખશો. ઋષિ બ્રહમાંડનું દર્શન કરે છે જયારે મુનિ હંમેશા પીંડનું દર્શન કરે છે. મુનિ ભીતરી અનુભવ કરે છે. જગત ભરના વિદ્યાનોએ આપણા વૈજ્ઞાનિકોને (સાયન્સીસ્ટો) ઋષિ કહયાં છે. પ્રસિધ્ધ વૈજ્ઞાનિક ગાનારીન અંતરિક્ષની યાત્રાએ જઇ આવ્યા, ચંદ્રપર પ્રથમ પગ મુકનાર નીલ આમસ્ટ્રાંગ પણ જયારે ચંદ્ર પર જઇને આવ્યા ત્યારે ભારતીય પરંપરાએ એને મુનિ નથી કહયા, ઋષિ કહયા છે. એટલે વૈજ્ઞાનિકો પણ ઋષિઓ છે. પૂ.મોરારીબાપુએ કહયું કે ગુરૂનુ ચિત્ર કે છબી આપણને સાવધાન કરે છે. જે છબી કે ચિત્રનું તમે દર્શન કરો છો ત્યારે તેના ચરીત્રનું દર્શન મનથી અનુભવો અને ગુરૂએ જે ચિત્રણ એટલે કે ડીઝાઇન કરી હોય એનું મનન કરો તો ઋષિ સદૈવ સમગ્ર બ્રહ્માંડનું દર્શન કરે અને મુનિ પીંડ-આંતરીક-ભીતરી દર્શન કરે છે. ફરી કહુ કે આ બન્ને તત્વતઃ એક જ છે. એમાં કોણ નાનુ કોણ મોટુ ? એવા ભેદમાં ન પડશો. ઋષિ રાગમુકત કર્મયોગી છે. ઋષિ જે કર્મ કરે છે એ રાગમુકત હોવુ જોઇએ. કર્મમાં રાગ આવ્યો તો પતન નિヘતિ છે. એટલે ઋષિ રાગમુકત કર્મ કરે છે એ નિરંતર કર્મયોગી છે. કર્મશીલ છે. માનસમાં પરમસાધુ અને સાધુતા શબ્દ એક જ વખત માત્ર એક વાર જ આવે છે. તુલસીદાસજી સાધુ-પરમ સાધુ અને સાધુતાને અત્યંત મહત્વનું સમજે છે. એટલે જ એ ફકત એક જ વખત પ્રયોજે છે. માનસ એ પરમ રહસ્યથી ભરેલો ગ્રંથ છે. જયારે જયારે જેટ જેટલી વખત એનુ આચમન કરીએ ત્યારે નવા નવા રહસ્યો મળે છે અને ઘણી વખત તો બે પંકિત વચ્ચે સ્પેસ હોય, બે શબ્દો વચ્ચે સ્પેસ હોય એ બીટ વીન ધ લાઇન્સ પણ સમજવુ જરૂરી છે.
- મનોજ જોષી-‘મજો' રાજકોટ
મો. ૯૪ર૬ર ૪ર૧૧પ-૮૧૪૦ર૧૩૧૩૦.
(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
