તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th July 2026
મેક્સિકોના મેયરે દર વર્ષની જેમ ફરીથી મગર સાથે લગ્ન કરીને એને કિસ કરી
૨૩૦ વર્ષથી આ પરંપરા નિભાવાય છે અને આ પરંપરાને સારા વરસાદ, ભરપૂર પાક અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે

સેન પેડ્રો તા.૭: મેક્સિકોના સેન પેડ્રો શહેરમાં દર વર્ષે મેયરનાં લગ્ન એક કેમન પ્રજાતિના મગર સાથે કરાવવામાં આવે છે. ૨૩૦ વર્ષથી આ પરંપરા નિભાવાય છે અને આ પરંપરાને સારા વરસાદ, ભરપૂર પાક અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. આ વર્ષે શહેરના મેયર ડેનિયલ ગુટિયરેઝે એના સિન્તિયા નામની મગર સાથે પ્રતીકાત્મક લગ્ન કર્યાં હતાં. લગ્ન પહેલાં માદા મગરને સફેદ રંગનું વેડિગ ગાઉન પહેરાવીને દુલ્હનની જેમ સજાવવામાં આવી હતી. બેન્ડવાજાં સાથે આખા શહેરમાં મગરવધૂની યાત્રા નીકળી હતી અને પછી લગ્નમંડપમાં પ્રતીકાત્મક લગ્ન થયાં હતાં.
માન્યતા છે કે આ પરંપરા બે આદિવાસી સમુદાયની વચ્ચે થયેલા ઐતિહાસિક સમાધાન અને શાંતિકરારની યાદમાં નિભાવવામાં આવે છે. લોકોને વિશ્વાસ છે કે આ પરંપરા નિભાવવાથી આખા શહેરની સુખ અને સમૃદ્ધિ વધે છે. લગ્ન કર્યા પછી મેયર મગરને કિસ પણ કરે છે. એ પછી પરિણીત મગરને ખાસ સંગ્રહાલયમાં સાચવવામાં આવે છે.
(2:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
