તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th July 2026
ગુજરાત સહિત 16 રાજ્યોમાં મેઘરાજા ફરી તોફાની બેટિંગ કરશે: 70 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની પ્રચંડ ગતિએ તોફાની પવનો ફૂંકાઈ શકે
ધોધમાર વરસાદને લઇ હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું:આગામી સમયમાં દેશના હવામાનનો મિજાજ ફરી એકવાર ગંભીર રીતે બગડવાની પૂરેપૂરી શક્યતા

નવી દિલ્હી : દેશભરમાં હવે ચોમાસું બરોબરનું જામ્યું છે. ધોધમાર વરસાદને લઇ હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. આગામી સમયમાં દેશના હવામાનનો મિજાજ ફરી એકવાર ગંભીર રીતે બગડવાની પૂરેપૂરી શક્યતા છે. ગુજરાત સહિત 16 રાજ્યોમાં મેઘરાજા ફરી તોફાની બેટિંગ કરવાના છે. તો ચાલો જાણીએ કે ક્યા રાજ્યમાં હવામાન કેવું રહેશે.
હવામાન વિભાગના તાજા અનુમાન મુજબ, દેશના 16 રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ અને જોરદાર વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડ, પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં કુદરતનો પ્રકોપ જોવા મળી શકે છે. આ ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સાથે જનજીવન અસ્તવ્યસ્ત થવાની પૂરેપૂરી સંભાવના છે.
આ તોફાની માહોલ દરમિયાન 70 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની પ્રચંડ ગતિએ તોફાની પવનો ફૂંકાઈ શકે છે. ભારે પવનને કારણે રસ્તાઓ પર મોટા વૃક્ષો ધરાશાયી થવાની, વીજળીના થાંભલા પડી જવાથી પાવર કટ થવાની તેમજ કેટલીક જગ્યાએ કરા પડવાની અને ભૂસ્ખલનની પણ ગંભીર સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગામી 4 થી 5 દિવસ સુધી ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં ચોમાસું વધુ સક્રિય રહેશે.
પૂર્વ ભારતના રાજ્યોમાં આગામી 3 ઓગસ્ટ સુધી ભારે વરસાદ સાથે આકાશમાંથી વીજળી પડવાના બનાવો વધી શકે છે. હવામાન વિભાગની આ ગંભીર ચેતવણીને ધ્યાનમાં રાખીને ખેડૂતો અને માછીમારોને દરિયાકાંઠાના વિસ્તારોથી દૂર રહેવા અને ખાસ સતર્કતા રાખવાની સલાહ આપવામાં આવી છે. પ્રશાસન દ્વારા પણ નાગરિકોને ઘરની બહાર નીકળતી વખતે સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
(12:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
