<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st July 2026

દ.ગુજરાતમાં મેઘરાજાની ધબધબાટીઃ ૯ ઇંચ સુધી વરસાદ

સુરત-વલસાડ-નવસારીમાં મેઘરાજા મનમુકીને વરસતા ઠેરઠેર પાણી ભરાયું: ગણદેવીનું ભાટ ગામ ૯ ઇંચથી બેટમાં ફેરવાયું : પારડી અને ખેરગામ ૮ ઇંચ : વાપી અને નાનાપોંઢામાં ૭.૫ ઇંચ : વલસાડ ૭ - ધરમપુર ૬.૫ ઇંચ , જલાલપોર અને ચીખલી ૬ ઇંચ , નવસારી અને ગણદેવીમાં ૫ ઇંચ ખાબકયો :૨૬ જુલાઇ સુધી રાજ્‍યના વિવિધ વિસ્‍તારોમાં ભારેથી અતી ભારે વરસાદની હવામાન ખાતાની આગાહી

(જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપીઃનવસારી જિલ્લામાં મેઘરાજાએ જાણે તાંડવ મચાવ્‍યું હોય તેવા દ્રશ્‍યો સામે આવી રહ્યા છે. છેલ્લા પાંચ કલાકથી અવિરત વરસી રહેલા મુશળધાર વરસાદે જનજીવનને અસ્‍તવ્‍યસ્‍ત કરી દીધું છે. માત્ર થોડા જ કલાકોમાં ૯ ઇંચથી વધુ વરસાદ નોંધાતા અનેક વિસ્‍તારોમાં પૂર જેવી સ્‍થિતિ સર્જાઈ છે. ખાસ કરીને ગણદેવી તાલુકાનું ભાટ ગામ ચારેબાજુ પાણીથી ઘેરાઈ જતાં બેટમાં ફેરવાઈ ગયું છે. ગામના ૨૦૦થી વધુ ઘરોમાં વરસાદી પાણી ઘૂસવાની શરૂઆત થઈ ગઈ છે. રસ્‍તાઓ પાણીમાં ગરકાવ થતાં લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્‍કેલ બની ગયું છે. ગામના નીચાણવાળા વિસ્‍તારોમાં પાણી સતત વધી રહ્યું છે. સ્‍થાનિકોમાં ભારે ભયનો માહોલ છે. જો આગામી કલાકોમાં વરસાદનું જોર યથાવત રહેશે તો ભાટ ગામ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ જવાની ભીતિ વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે. તંત્ર પરિસ્‍થિતિ પર નજર રાખી રહ્યું છે અને જરૂર પડે તો લોકોને સુરક્ષિત સ્‍થળે ખસેડવાની તૈયારી પણ શરૂ કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનો બીજો રાઉન્‍ડ શરૂ થયો હોય તેમ ૧ થી ૮ ઇંચ સુધી નો ભારે વરસાદ નોંધાતા અનેક વિસ્‍તારોમાં પાણી ફરી વળ્‍યા છે, નાળા ઓ અને અંડર પાસ રસ્‍તા ઓ પાણી ભરાયાં છે,ધોરીમાર્ગો જામ ચાલે છે, જનજીવન અસ્‍ત વ્‍યસ્‍ત થઇ જવા પામ્‍યું છે.

રાજ્‍યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૨ જીલ્લાના ૧૬૫  તાલુકાઓમાં એક થી ૨૦૫ મિમી સુધી ના વરસાદ નોંધાવા સાથે રાજ્‍ય નો સીઝન નો કુલ સરેરાશ વરસાદ ૨૮.૭૮%  ઇંચ નોંધાયો છે .

આજે ૨૧ જુલાઈ થી લઈને આગામી ૨૬ જુલાઈ સુધીમાં રાજ્‍યના અનેક વિસ્‍તારોમાં હળવાથી ભારે અતિ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન ખાતા એ કરી છે, જેમાં હવામાન વિભાગના અનુમાન મુજબ ૨૬ જુલાઈ, સુધી રાજ્‍યના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ, તેમજ અન્‍ય વિસ્‍તારોમાં હળવાથી મધ્‍યમ વરસાદ વરસી શકે છે.

આજે સુરત, નવસારી, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શકયતા વ્‍યક્‍ત કરવામાં આવી છે , ખાસ કરી ને નવસારી અને વલસાડ જિલ્લા માં અતિભારે વરસાદ વરસી શકે તેવી આગાહી કરવામાં આવી છે, આ ઉપરાંત કચ્‍છ, મોરબી, સુરેન્‍દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્‍થળોએ હળવાથી મધ્‍યમ વરસાદ પડવાની શકયતા છે.

ફ્‌લડ કન્‍ટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદ ના મુખ્‍યત્‍વે આંકડા ને જોઈએ તો વલસાડ જિલ્લોઃ પારડી - ૨૦૮ મી.મી., નાનાપોંઢા - ૧૮૨ મી.મી., વાપી - ૧૮૨ મી.મી., વલસાડ - ૧૭૯ મી.મી., ધરમપુર - ૧૬૫ મી.મી., કપરાડા - ૧૧૭ મી.મી., ઉમરગામ - ૭૩ મી.મી.,નવસારી જિલ્લોઃ ખેરગામ - ૨૦૨ મી.મી., જલાલપોર - ૧૫૫ મી.મી., ચીખલી - ૧૪૬ મી.મી., નવસારી - ૧૩૨ મી.મી., ગણદેવી - ૧૨૮ મી.મી., વાંસદા - ૫૯ મી.મી., સુરત જિલ્લોઃ પલસાણા - ૧૦૬ મી.મી., અંબિકા - ૭૮ મી.મી., મહુવા - ૭૩ મી.મી., બારડોલી - ૬૧ મી.મી., સુરત શહેર - ૫૨ મી.મી., ઉમરપાડા - ૫૦ મી.મી., કામરેજ - ૨૦ મી.મી., ચોર્યાસી - ૧૭ મી.મી., અરેઠ - ૧૪ મી.મી., ઓલપાડ - ૧૧ મી.મી., માંડવી - ૧૧ મી.મી., માંગરોળ - ૭ મી.મી.

ડાંગ જિલ્લોઃ વઘઈ - ૮૭ મી.મી., આહવા - ૭૨ મી.મી., સુબીર - ૩૯ મી.મી., તાપી જિલ્લોઃ ડોલવણ - ૭૨ મી.મી., વાલોડ - ૫૬ મી.મી., વ્‍યારા - ૨૮ મી.મી., સોનગઢ - ૨૦ મી.મી., ઉકાઈ - ૧૩ મી.મી., ઉચ્‍છલ - ૬ મી.મી., કુકરમુંડા - ૩ મી.મી., નિઝર - ૧ મી.મી., ભરૂચ જિલ્લોઃ નેત્રંગ - ૪૧ મી.મી., વાલિયા - ૧૩ મી.મી., અંકલેશ્વર - ૧૨ મી.મી., વાગરા - ૧૨ મી.મી., ઝઘડિયા - ૮ મી.મી., હાંસોટ - ૫ મી.મી., જંબુસર - ૩ મી.મી., આમોદ - ૨ મી.મી., ભરૂચ - ૨ મી.મી.

ખેડા જિલ્લોઃ મહેમદાવાદ - ૪૧ મી.મી., ખેડા - ૩૯ મી.મી., નડિયાદ - ૩૦ મી.મી., માતર - ૨૭ મી.મી., ઠાસરા - ૧૬ મી.મી., વાસો - ૧૧ મી.મી., ફાગવેલ - ૧૦ મી.મી., કઠલાલ - ૧૦ મી.મી., મહુધા - ૭ મી.મી., કપડવંજ - ૪ મી.મી., ગળતેશ્વર - ૨ મી.મી., પંચમહાલ જિલ્લોઃ શેહેરા - ૧૮ મી.મી., ગોધરા - ૧૨ મી.મી., હાલોલ - ૯ મી.મી., મોરવા (હડફ) - ૫ મી.મી., કાલોલ - ૪ મી.મી.

દાહોદ જિલ્લોઃ ગરબાડા - ૧૭ મી.મી., દાહોદ - ૫ મી.મી., ધાનપુર - ૪ મી.મી., દેવગઢ બારિયા - ૨ મી.મી., સિંગવડ - ૧ મી.મી., મહીસાગર જિલ્લોઃ વિરપુર - ૧૫ મી.મી., બાલાસિનોર - ૮ મી.મી., નર્મદા જિલ્લોઃ ચીકડા - ૧૨ મી.મી., સાગબારા - ૭ મી.મી., નાંદોદ - ૬ મી.મી., ગરુડેશ્વર - ૫ મી.મી., તિલકવાડા - ૪ મી.મી., ડેડિયાપાડા - ૨ મી.મી.

અમદાવાદ જિલ્લોઃ દાસક્રોઈ - ૧૨ મી.મી., દેત્રોજ-રામપુરા - ૧૦ મી.મી., ધોલેરા - ૯ મી.મી., ધંધુકા - ૮ મી.મી., વિરમગામ - ૫ મી.મી., માંડલ - ૧ મી.મી.

મહેસાણા જિલ્લોઃ કડી - ૨૮ મી.મી., જોટાણા - ૭ મી.મી., આણંદ જિલ્લોઃ ખંભાત - ૫ મી.મી., બોરસદ - ૪ મી.મી., સોજીત્રા - ૩ મી.મી., ઉમરેઠ - ૨ મી.મી., આણંદ - ૧ મી.મી., બોટાદ જિલ્લોઃ બોટાદ - ૬ મી.મી., ગઢડા - ૪ મી.મી., રાણપુર - ૩ મી.મી., બરવાળા - ૨ મી.મી., વડોદરા જિલ્લોઃ વડોદરા - ૩ મી.મી., સિનોર - ૨ મી.મી., ડભોઈ - ૨ મી.મી., સાવલી - ૨ મી.મી., વાઘોડિયા - ૧ મી.મી.

છોટાઉદેપુર જિલ્લોઃ નસવાડી - ૩ મી.મી., છોટાઉદેપુર - ૩ મી.મી., જેતપુર પાવી - ૨ મી.મી., કડવાલ - ૨ મી.મી., સંખેડા - ૧ મી.મી.

સાબરકાંઠા જિલ્લોઃ ખેડબ્રહ્મા - ૭ મી.મી., વડાલી - ૨ મી.મી.,ગાંધીનગર જિલ્લોઃ માનસા - ૨ મી.મી., પાટણ જિલ્લોઃ શંખેશ્વર - ૫ મી.મી., સિદ્ધપુર - ૨ મી.મી., ચાણસ્‍મા - ૧ મી.મી., બનાસકાંઠા જિલ્લોઃ દાંતા - ૨ મી.મી., પાલનપુર - ૧ મી.મી. વરસાદ વરસ્‍યો છે, અને હજુ સવાર થી મેઘરાજા દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્‍તારોમાં મન મુકી ને વરસી રહ્યા છે.(૪૧.૫)

(3:04 PM IST)