તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th July 2026
કાશ્મીરમાં પેલેટ ગન મુદ્દે મહબૂબા મુફ્તીના બચાવથી ભડકો: નેશનલ કોન્ફરન્સ લાલઘૂમ, માફીની માંગણી કરી: મહબૂબા મુફ્તીએ કહ્યું કે દિલ્હીમાં પ્રદર્શનકારીઓ સામે પેલેટ ગનનો ઉપયોગ ન થવો જોઈએ, પરંતુ કાશ્મીરમાં સુરક્ષાદળોને આતંકવાદનો સામનો કરવો પડતો હોવાથી ત્યાં તેનો ઉપયોગ સમજી શકાય તેમ છે
પાર્ટીએ આકરી પ્રતિક્રિયા આપતા મહબૂબા મુફ્તી પાસે માફીની માંગણી કરી છે. નેતાઓએ રોષ ઠાલવતા જણાવ્યું કે આ એ જ ઘાતક હથિયાર છે જેના કારણે કાશ્મીરમાં હજારો લોકો ઘાયલ થયા છે અને સેંકડો લોકોએ કાયમ માટે પોતાની આંખોની રોશની ગુમાવી છે, આવા હથિયારનો બચાવ કરવો શરમજનક

જમ્મુ: જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તીના એક મહબૂબા મુફ્તીએ કહ્યું હતું કે દિલ્હીમાં પ્રદર્શનકારીઓ સામે પેલેટ ગનનો ઉપયોગ ન થવો જોઈએ, પરંતુ કાશ્મીરમાં સુરક્ષાદળોને આતંકવાદનો સામનો કરવો પડતો હોવાથી ત્યાં તેનો ઉપયોગ સમજી શકાય તેમ છે. નિવેદનથી કાશ્મીરમાં પેલેટ ગનના ઉપયોગ અંગે દાયકાઓ જૂનો વિવાદ ફરી સપાટી પર આવ્યો છે. નવી દિલ્હીના જંતર મંતર ખાતે વિરોધ પ્રદર્શન દરમિયાન પીડીપી અધ્યક્ષ મહબૂબા મુફ્તીએ કહ્યું હતું કે દિલ્હીમાં પ્રદર્શનકારીઓ સામે પેલેટ ગનનો ઉપયોગ ન થવો જોઈએ, પરંતુ કાશ્મીરમાં સુરક્ષાદળોને આતંકવાદનો સામનો કરવો પડતો હોવાથી ત્યાં તેનો ઉપયોગ સમજી શકાય તેમ છે.
તેમના આ નિવેદનથી સત્તાધારી નેશનલ કોન્ફરન્સ પાર્ટી લાલઘૂમ થઈ ગઈ છે. પાર્ટીએ આકરી પ્રતિક્રિયા આપતા મહબૂબા મુફ્તી પાસે માફીની માંગણી કરી છે. નેતાઓએ રોષ ઠાલવતા જણાવ્યું કે આ એ જ ઘાતક હથિયાર છે જેના કારણે કાશ્મીરમાં હજારો લોકો ઘાયલ થયા છે અને સેંકડો લોકોએ કાયમ માટે પોતાની આંખોની રોશની ગુમાવી છે, આવા હથિયારનો બચાવ કરવો અત્યંત શરમજનક છે.
વર્ષ ૨૦૦૯ અને ૨૦૧૦ ના સમયગાળા દરમિયાન સીઆરપીએફ દ્વારા પથ્થરમારાની ઘટનાઓનો સામનો કરવા માટે ભીડ નિયંત્રણના ભાગરૂપે પેલેટ ગનનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વર્ષ ૨૦૧૬ માં જ્યારે મહબૂબા મુફ્તી ભાજપ અને પીડીપી ગઠબંધન સરકારના મુખ્યમંત્રી હતા ત્યારે આ હથિયારનો સૌથી વધુ ઉપયોગ થયો હતો. ૮ જુલાઈ ૨૦૧૬ ના રોજ આતંકી બુરહાન વાનીના મોત બાદ ખીણમાં ભારે હિંસક પ્રદર્શનો થયા હતા. આ સમયે સુરક્ષાદળો અને પ્રદર્શનકારીઓ વચ્ચેની અથડામણોમાં પેલેટ ગનનો વ્યાપક ઉપયોગ થયો હતો.
સરકારી આંકડાઓ મુજબ ૨૦૧૬ ના પ્રદર્શનો દરમિયાન ૧૨૦૦ થી વધુ લોકોની આંખોમાં પેલેટ વાગ્યા હતા અને હજારો લોકો શરીરના અન્ય ભાગોમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. તબીબોએ આ ઘટનાને આંખોમાં ઈજાની સૌથી મોટી સામૂહિક ઘટના ગણાવી હતી.
એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ અને હ્યુમન રાઇટ્સ વોચ જેવી માનવાધિકાર સંસ્થાઓ તેમજ સંયુક્ત રાષ્ટ્રએ પણ પેલેટ ગનના આંધળા ઉપયોગની આકરી ટીકા કરી હતી. પંદર વર્ષથી વિવાદમાં રહેલા આ હથિયાર મુદ્દે મહબૂબા મુફ્તીના તાજેતરના નિવેદને ફરી એકવાર કાશ્મીરના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
