<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

પ્રસિદ્ધ લોક ગાયિકા ગીતાબેન રબારીના સુરોએ સોમનાથને બનાવ્યું સંગીતમય

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમન પૂર્વે ‘મેરા ભોલા હે ભંડારી’થી લઈ ‘દ્વારિકાનો નાથ’ સુધીના ભજનો પર ઝૂમ્યા શ્રોતાઓ

( દિપક કકકડ દ્વારા) વેરાવળ તા.૧૧ : દિવ્ય સોમનાથની ઐતિહાસિક ધરતી પર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આગમન પૂર્વે આયોજિત સમારોહમાં પ્રસિદ્ધ લોક ગાયિકા ગીતાબેન રબારીના સુરિલા કંઠે રજૂ થયેલા ભોલે શંભુના ગીતોએ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.  

ગીતાબેન રબારીએ પોતાના આગવા અંદાજમાં ‘મેરા ભોલા હે ભંડારી..’, ‘દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ..’ તેમજ ‘ડાકોરના ઠાકોર’ સહિતના પ્રસિદ્ધ લોકગીતો અને ભજનો પ્રસ્તુત કર્યા હતા. ભક્તિભાવથી તરબોળ આ પ્રસ્તુતિ સમયે ઉપસ્થિત દર્શકો ઝુમી ઉઠ્યા હતા અને સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું.  

સોમનાથ પુન: નિર્માણના 75 વર્ષ નિમિત્તે ઉજવાઈ રહેલા ‘અમૃત પર્વ’ અંતર્ગત આયોજિત આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગીતાબેન રબારીના ભજનોએ આધ્યાત્મિક રંગ ભરી દીધો હતો. વડાપ્રધાનના આગમન પહેલા યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિકો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.

(11:55 AM IST)